________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ૪. અન્યત્વભાવના : સંસારના બધા પદાર્થ સ્વતંત્ર હેઈ, કેઈ કાઈનું થઈ શકતું નથી એમ ચિંતવવું તે.
૫. અશુચિભાવના : બહારથી રમણીય દેખાતું શરીર રોગશોકનું ધામ તથા અપવિત્ર વસ્તુઓનું બનેલું છે એમ ચિતવવું તે.
૬. સંસારભાવનાઃ સંસારનાં બધાં સુખો ક્ષણિક તથા પરિણામે અનંત દુઃખનાં કારણ છે એમ ચિંતવવું તે,
૭. આવભાવનાઃ રાગદ્વેપ, અજ્ઞાન વગેરે પાપને પ્રવેશ કરવાનાં દ્વાર છે; અને તેનાથી આત્મા મૂઢ બની સંસારમાં રખડી દુઃખી થાય છે એમ ચિંતવવું તે.
૮. સંવરભાવના : જ્ઞાન, ધ્યાન, તપ વગેરે એ પાપાને આવતાં રોકવાના ઉપાય છે એમ ચિંતવવું તે.
૯. નિર્જરાભાવના : તપ વગેરેથી તથા શાસ્ત્ર અને પુરુષના સેવનથી જ્ઞાનધ્યાનમાં પ્રતિતિ થઈ કર્મો ખંખેરી નાખી શકાય છે એમ ચિંતવવું તે.
૧૦. લોકસ્વરૂપભાવના : શાસ્ત્રોમાં વર્ણવેલું લોકવરૂ૫ તપાસી દેવમનુષ્ય વગેરે કઈ ગતિમાં કાંઈ જ સુખ નથી, પરંતુ સુખ માત્ર સિદ્ધલોકમાં એટલે કે મુક્ત દશામાં છે એમ ચિંતવવું તે.
૧૧. બેધદુર્લભભાવના ૧૨. ધર્મદુર્લભભાવના બોધ અને ધર્મનું જ્ઞાન તથા શીલ પ્રાપ્ત થવાં દુર્લભ છે એમ ચિંતવવું તે.
આ ઉપરાંત એ અરસામાં તેમણે નીચેના ગ્રંથો લખ્યા હેય તેમ જણાય છે. સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસારે “નમિરાજ' નામે એક કાવ્યગ્રંથ તેમણે લખ્યો છે. તેમાં શાંતરસ પ્રધાન રાખી નવે રસને ખીલવ્યા છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org