________________
શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી આખું રાજ્ય આપીને પણ ગયેલી પળ પાછી ન મેળવી શકે. વિવેક એ જેમ ધર્મનું મૂળ તત્ત્વ છે, તેમ પ્રયત્ન એ એનું ઉપત છે. રાજના વ્યવહારમાં અટવાઈ ન જતાં, પ્રયત્નપૂર્વક આધ્યાત્મિક ઉન્નતિ માટે વખત ફાજલ પાડ. જગતના દોષમાંથી તરી ગયેલા સિદ્ધાત્માઓની ભક્તિ કરવી. તેનાથી આપણને તેમને માર્ગે જવામાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે તથા બળ મળે છે. એમ મેલના માર્ગમાં લાભદાયક ભાવ ઊપજે તેવી ક્રિયા અમુક કાળ સુધી રોજ નિયમિત, મન, વચન અને કાયાના પાપભાવને રોકી કરવી અને આત્મચિંતનમાં લીન રહેવા પ્રયત્ન કરે, એનું નામ સામાયિક. તેને માટે જે વખત કાઢ્યો હેય તેને વિવેકપૂર્વક મનન, પઠન અને ધ્યાનાદિકમાં એકાગ્રતા અને સાવધાનતાથી ઉપયોગમાં લેવો.
પરંતુ “મોક્ષમાળા' પુસ્તક છપાતાં વાર લાગવાથી, અગાઉથી થયેલા ગ્રાહકોને તેમણે “ભાવનાબેધ” નામનું એક નાનું પુસ્તક ભેટ આપ્યું હતું. તેમાં અધ્યાત્મજીવન ગાળવા ઈચ્છનારે જે બાર ભાવનાઓ જીવનમાં દઢ કરવાની છે, તેમને રેચક દષ્ટાંતિથી સમજાવી છે.
૧. અનિત્યભાવનાઃ સંસારના સર્વ પદાર્થો, સંબંધો અને સુખો ક્ષણિક છે અને તેમની પાછળ પડનાર પસ્તાય છે એમ ચિંતવવું તે.
૨. અશરણભાવના: મરણ સમયે અને દુઃખને સમયે પોતાનાં પ્રિય સંબંધીઓ કે કામભોગો શરણ આપી શકતા નથી એમ ચિંતવવું તે.
૩, એત્વભાવનાઃ આમા એકલો આવ્યો છે અને એક જવાનો છે; પોતાનાં કર્મોનું ફળ ભોગવવામાં કઈ ભાગીદાર થવાનું નથી એમ ચિંતવવું તે.
Ss
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org