________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
પણ દોરનારની જરૂર પડે છે. તે સદ્ગુરુ કહેવાય છે. સદ્ગુરુની પાસેથી ધર્મ જાણું, પ્રાણની પરવા કર્યા વિના તેમાં દઢ રહેવું. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે, વિકાર દૂર કરવાનું સાધન છે અને આત્માના રોગો નિવારવાનું ઔષધ છે.
દરેક ધર્મવાળા પિતાના ધર્મને સાચો માને છે. પરંતુ જે કંઈ ધર્મથી આત્માના દેષો એછા થતા હોય, તેની ક્રમિક ઉન્નતિ સધાતી હોય અને સર્વ જીવોનું અભય પ્રાપ્ત થતું હોય તે સાચો ધર્મ છે. જૈન ધર્મમાં છવ, અજીવ, પાપ, પુણ્ય, સંવર. નિર્જરા, બંધ અને મોક્ષનું જે વિવેચન છે, તે મનુષ્યને તેના આત્મકલ્યાણના માર્ગમાં અત્યંત સહાયક થાય તેવું છે. તીર્થકર મહાપ્રભુએ જૈન ધર્મ કેવળ જીવોના કલ્યાણાર્થે, પોતે જીવ અને જગતનું સંપૂર્ણ સ્વરૂપ , પામ્યા પછી ઉપદે છે.
| ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્માનું કલ્યાણ સાધી શકાય છે. અને તે ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. તે ગૃહસ્થાશ્રમ ધર્મ અને નીતિના નિયમોને અનુસાર ચાલતો હોય, અને તેનું લક્ષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ હેય.
આખા સંસારનું મૂળ કામવાસના છે. એ ભોગ કેવળ શોકનું કારણ છે. તેનાથી જ્ઞાન અને ધ્યાન ટળે છે અને અજ્ઞાન છાકે છે. વસ્તુ જેમ પાત્ર વિના ન રહી શકે તેમ આત્મજ્ઞાન બ્રહ્મચર્ય વિના રહી , * ન શકે. જ્યાં સુધી ઈદ્રિયો પિોતપોતાના વિષયો પ્રત્યે નિરંકુશ દોડ્યા કરે છે, ત્યાં સુધી માણસ કોઈ પણ પ્રગતિ કરી શકતો નથી. જે કાંઈ ઉપદેશ છે તે મનને નિગ્રહ થયા વિના સફળ થવો અશક્ય છે. તે નિગ્રહ પ્રાપ્ત કરવા આહારવિહારની નિયમિતતા, અપ્રમાદ, કામોગામાંથી નિવૃત્તિ, વખતન જાગૃતિપૂર્વક સદુપયોગ–વગેરે પ્રયત્નપૂર્વક સેવવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org