________________
શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ નવા ઊછરતા યુવાનોની કેળવણુમાં આ સાચી કેળવણુની ખામી દૂર કરી, તેમને અયોગ્ય વાંચનમાંથી બચાવી તેમને સન્માર્ગે દોરવાનું તેમાં પ્રયોજન છે. કથાઓ અને ઉદાહરણોથી રોચક બનાવેલા તે પાઠેના વિષયનો સાર આ પ્રમાણે છે :–
* જગતમાં કોઈ સુખી તો કોઈ દુઃખી એમ વિવિધ દશામાં પ્રાણીઓ નજરે પડે છે. તે ઉપરથી સમજાય છે કે પુનર્જન્મ છે અને દરેક પોતપોતાનાં કર્મોને અનુસાર તે બધું પામે છે. અમૂલ્ય એવો મનુષ્યદેહ મળ્યો છે તો ક્ષણિક સુખમાં અને પરિણામે દુઃખદાયક પદાર્થોમાં તેને પૂરો ન કરતાં જેનાથી આત્મા આ દુઃખદાયક બંધને છેદીને બહાર નીકળે અને સ્વરૂપસ્થિતિરૂપ ઉત્તમ સુખ પ્રાપ્ત કરે એમ કરવું એ જ ડહાપણ છે. પરંતુ જ્યાં સુધી જીવ અને જગતનું સ્વરૂપ ન સમજાય, ત્યાં સુધી અજ્ઞાનથી અનેક મિથ્યા પ્રવૃત્તિઓમાં આથડ્યા જ કરાવાનું અને દુઃખો વેશ્યા કરવાનાં. મનુષ્યદેહમાં જ તે જ્ઞાન મળી શકે તેમ છે. તે જ્ઞાન સંતપુરુષને આશ્રયે રહેલું છે. તે જ્ઞાન પ્રાપ્ત કરી મનુષ્યજન્મ સફળ કરવો એ જ મનુષ્યનું એકમાત્ર કર્તવ્ય છે.
પોતાનું કલ્યાણ ઈચ્છનારે ત્રણ તવો જાણવાં જોઈએ—૧. સત દેવ, ૨. સત ધર્મ અને ૩. સત ગુરુ. પોતાના બધા પ્રકારના દોષો અને અપૂર્ણતાઓ દૂર કરી જેણે પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કર્યું છે તે સત્ દેવે છે. અનાદિકાળથી જીવ અજ્ઞાન જન્ય વાસનાએને લીધે સાંસારિક પદાર્થોમાં આથડ્યા કરે છે; તે અધોગતિમાંથી તેને બચાવે તેનું નામ ધર્મ. તેનું સાચું સ્વરૂપ તે પિતાના સ્વરૂપની ભ્રમણ ટાળવી અને તેનું દર્શન કરવું તે છે. તેને ઉપયોગી થનાર વસ્તુઓ– જેવી કે દયા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે– પણ ધર્મ જ કહેવાય છે. સાંસારિક વ્યવહારમાં જેમ ભોમિયાની કે સલાહકારની જરૂર પડે છે, તેમ ધર્મની બાબતમાં !
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org