________________
શ્રીમદ્ રાજચંદ્રનાં સ્મારકો શ્રીમદ્ રાજચંદ્ર પિતાની હયાતીમાં જ “પરમશ્રત પ્રભાવક મંડળ'ની યેજના ઊભી કરી હતી એ વાત ઉપર આવી ગઈ છે. તે મંડળે જે અનેક ઉપયોગી પુસ્તકે બહાર પાડ્યાં છે તે શ્રી રાજચંદ્રનું અનેરું સમારક જ છે. તે મંડળે વળી શ્રી રાજચંદ્રના પા, નોંધો વગેરે એકત્રિત કરી તથા સંશોધિત કરી “શ્રીમદ્રાજચંદ્ર” નામનો જે ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે તે પણ તે મહાપુરુષનું એક અદ્ભુત સમારક છે. તે ગ્રંથમાં એટલી બધી સામગ્રી કાળજીપૂર્વક એકઠી કરવામાં આવી છે કે તેને ભાવપૂર્વક વાંચનાર આગળ શ્રી રાજચંદ્રનું સંપૂર્ણ આંતર જીવન પ્રત્યક્ષ થાય છે.
શ્રી રાજચંદ્રની સૂચનાનુસાર શ્રી. અંબાલાલભાઈ મુમુક્ષુઓને ઉપયોગી પુસ્તકે મંગાવી રાખી, શ્રી રાજચંદ્ર સૂચવે તે પ્રમાણે જે જેને યોગ્ય હોય તેને મોકલી આપતા. ખરીદવાની ઈચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહિ તો અભ્યાસ કરી પાછું મોકલતા. આ પ્રમાણે જ્ઞાનની પરબરૂ૫ “ શ્રી સુબોધ પાઠશાળા” નામની જે સંસ્થા નાના પાયા ઉપર સ્થપાઈ હતી તે હજુ પણ ચાલે છે અને ખંભાત તથા આજુબાજુના જિજ્ઞાસુઓની યથાયોગ્ય સેવા બજાવે છે.
શ્રી રાજચંદ્ર ખંભાત પાસે વડવા મુકામે ઘણો વખત નિવૃત્તિ અર્થે આવીને રહેતા. તે સ્થાન એકાંતમાં આવેલું હોઈ સત્સંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org