________________
શ્રીમદ્ રાજચંદ્રનાં સ્મારક
તેમ જ શ્રી રાજચંદ્રના સ્મરણાર્થે ઉત્તમ લાગવાથી સ્વ. પોપટલાલ મહોકમચંદ અને શ્રી રાજચંદ્રના અન્ય પ્રશંસકેએ ત્યાં એક સુંદર મકાન અને દેરાસરસહિત “નિજાભ્યાસ મંડપ” સ્થાપ્યો છે.
કચ્છના વતની, બ્રાહ્મણકુળમાં જન્મેલા તથા સ્થાનકવાસી સંપ્રદ્રાયમાં જૈન દીક્ષા પામેલા એક શ્રી રત્નરાજ નામના સાધુ મારવાડમાં રહેતા હતા. તે સતની શોધને અર્થે કોઈ પણ સંપ્રદાયના સંતવિદ્વાનોનો સમાગમ કર્યા કરતા. તેમણે શ્રી રાજચંદ્રની ખ્યાતિ સાંભળી. તેથી તેમને મળવા મારવાડથી તે ગુજરાત આવવા નીકળ્યા. પરંતુ ત્યાર પહેલાં શ્રી રાજચંદ્રનું અવસાન થઈ ગયું હોવાથી ખિન્ન થઈ તે શ્રી રાજચંદ્રના પરિચયમાં આવેલા કોઈ તેમના ભક્તની શોધમાં નીકળી, શ્રી લધુરાજ સ્વામી (શ્રી લલ્લુજી) પાસે આવી પહોંચ્યા. તેમના સમાગમથી તથા શ્રી રાજચંદ્રનાં વચનોના અભ્યાસથી તેમને શાંતિ પ્રાપ્ત થઈ તે ઘણે વખત શ્રી લલ્લુજીના સંગમાં રહ્યા. ત્યાર બાદ, શ્રી રાજચંદ્રના સ્મારક તરીકે, સિદ્ધપુર પાસે રાજપુર ગામની નજીક "શ્રી રાજમંદિર આશ્રમ'' સ્થાપી, ત્યાં રહેવા લાગ્યા.'
શ્રી લઘુરાજ સ્વામી ક્યાંક સ્થિર રહ્યા વિના વિચર્યા કરતા. ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તથા વ્યાધિને કારણે પગની શક્તિ ઘટી જતાં, સંદેશરમાં ભેગા મળેલા રાજચંદ્ર-ભક્તોએ શ્રી રાજચંદ્રના સ્મારક તરીકે એકાદ મકાન બનાવી ત્યાં રહેવાને તેમને આગ્રહ કર્યો. ત્યારે તે ત્યાં રહેવા કબૂલ થયા. તે મુજબ અગાસ સ્ટેશન પાસે “ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”ની સ્થાપના થઈ. શ્રી લઘરાજ સ્વામી ઘણે વખત ત્યાં રહેતા હોવાથી ઘણુ મુમુક્ષુઓએ પિતાને ખર્ચે ત્યાં મકાનો બનાવ્યાં છે. અને હાલ કાયમ પચાસથી સે માણસો ત્યાં રહે છે. આશ્રમમાં તાંબર, દિગંબર એવા કોઈ પંથનું વાતાવરણ ન હોવાથી અનેક કુળસંપ્રદાયના જુદા જુદા જિજ્ઞાસુઓ આવે છે અને રહે છે. ૧. છેલ્લાં કેટલાંક વરસ થયાં તેમણે દેહત્યાગ કર્યો છે.
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org