________________
૨૪ઃ જામા
જે ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કેણું ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડ છે જ નહિ. જેથી ચેતન એટલે છવ કર્મ ગ્રહણ કરે છે એમ સિદ્ધ થાય છે. અને તે માટે કર્મને કત કહીએ છીએ. નહિ ચતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી. કેમકે, પ્રકૃત્યાદિ જડ છે. તેને આત્મા પ્રહણ ન કરે તે તે શી રીતે વળગવા યોગ્ય થાય?
પ્રકૃતિ નહીં તે અંતઃકરણદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે એમ કહીએ, તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણદિ પણ ચેતનની પ્રેરણ વિના અંતઃકરણદિપે પ્રથમ ઠરે જ કયાંથી? ચેતન જે કર્મવળગણનું મનન કરવા અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જે ચેતન મનન કરે નહિ, તો કંઈ તે વળગણુમાં મનન કરવાને ધર્મ નથી. તે તો માત્ર જડ છે. જે કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તાપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ક્ષેતૃત્વપણું પણ ન જ કરે. અને જ્યારે એમ જ હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાને જે માર્ગ ઉપદેશે છે, તે શા માટે ઉપદેશે છે?
“જે કર્મનું કર્તાપણું આત્માને માનીએ તો તો આત્માને તે ધર્મ કરે; અને જે જેને ધર્મ હોય તે કયારે પણ ઉચ્છેદ થવા એગ્ય નથી' એમ કાંઈ સિદ્ધાંત સમજવો ગ્ય નથી. કેમકે, જે જે કઈ પણ વસ્તુ પ્રહણ કરી હોય, તે છેડી શકાય એટલે ત્યાગી શકાય. તેથી, જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્ય કર્મ તેનો જીવ ત્યાગ કરે તે થઈ શકવા એગ્ય છે. કૅમકે, તે તેને સહકારી સ્વભાવે છે. સહજ સ્વભાવે નથી. તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે. તેથી તે નિવૃત્ત થવા યોગ્ય છે. અજ્ઞાન કરીને પણ જે આત્માને કર્તાપણું ન હોય, તો તે કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. (૨૯)
૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org