________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
બાવીસમા વર્ષ સુધીમાં તેમની આંતર દશાનો કાંઈક ખ્યાલ આપણે તેમના ઉપર ટાંકેલા શબ્દોમાં મેળવી શકીએ છીએ. સુજ્ઞ પુરુષો પોતાના દેશોને મોટા જુએ છે અને ગુણેનું વર્ણન કરતા નથી, એટલે સ્વાભાવિક રીતે આ વર્ણનમાં દેષ ઉપર વધારે ભાર મુકાયો હશે. પરંતુ એટલું આપણે જોઈ શકીએ છીએ કે લગ્ન કરીને તેમણે પોતા પર કારમું મારયુદ્ધ નેતર્યું છે અને તેમાં તે હાથમાં પ્રાણ લઈને ઘૂમ્યા છે. પરંતુ થોડા જ વખતમાં તે તેમાંથી વિજયી તથા વધુ તેજસ્વી થી બહાર સાજાસમા નીકળી જાય છે અને તેમની આંતર દશા એક વિશિષ્ટ પ્રકારની તીવ્રતા પકડતી જાય છે. તેવીસમા વર્ષમાં દાખલ થઈએ છીએ ત્યાં તો રણસંગ્રામની ધૂળને બદલે આપણને એક શાંત, સમાહિત અને આત્મલક્ષી પુરુષનું દર્શન થાય છે. આ વર્ષ દરમ્યાન તેમની સમાધિદશા વધતી જાય છે. તેના વર્ણનનાં અમૂલ્ય મેતી સાધક જીવનની ધન્ય પળાનું ચિરસ્મારક છે. તેમાંથી થોડાઘણા ઉતારા આપવાનો લોભ ખાળી શકતો નથી :
“રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે; આહાર પણ એ જ છે, નિકા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વમ પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણું એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડમાંસ અને તેની મજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે. અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું; નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું નથી અસંગ ગમત કે નથી સંગ ગમતો; નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org