________________
જન્મ અને સમારકા
પોતાના શાળા બહારના અભ્યાસની બાબતમાં તે જણાવે છે: “ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા, તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથો–નાના–આડાઅવળા–મેં વાંચ્યા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે.” આવો પ્રખર બુદ્ધિશાળી અને પ્રેમળ વિદ્યાર્થી શિક્ષકો તેમ જ સહાધ્યાયીઓને પ્રિય થઈ પડ્યા વિના ન જ રહે. વર્ગમાં શિક્ષક જોયા કરતા અને શ્રી રાજચંદ્ર સાઠે ય વિદ્યાર્થીઓનું લેસન લેતા. વિદ્યાર્થીઓને તેમના ઉપર એટલો બધો પ્રેમ હતો કે એક વખત કાંઈ કારણસર શિક્ષકે શ્રી રાજચંદ્રને ઠપકો આપ્યો, એટલે બીજે દિવસે તે નિશાળે ન આવ્યા; વિદ્યાર્થીઓ શાળામાં શ્રી રાજચંદ્રને ન જોતાં તેમને ઘેર ગયા, અને તેમની સાથે દૂર ખેતરમાં ચાલ્યા ગયા. શિક્ષક જ્યારે શાળામાં આવ્યા ત્યારે કોઈને ન આવેલું જોઈ તપાસ કરી, ખેતરમાં જ્યાં બધા બેઠા હતા ત્યાં આવ્યા અને શ્રી રાજચંદ્રને સમજાવી નિશાળમાં પાછા લાવ્યા.
નાનપણથી જ તેમનામાં નવું જાણવાની, નવું સાંભળવાની અને નવું શીખવાની તથા તેના ઉપર મનન કરવાની ભારે ટેવ હતી. દશમે વર્ષે તો તે ઘણું વિષય ઉપર છટાદાર રસિક ભાષણ આપતા. ૧૧ વર્ષની વયથી તેમણે ચોપાનિયાંમાં લેખ લખવા માંડ્યા હતા, અને ઇનામી નિબંધો લખી યોગ્ય ઇનામે પણ સંપાદન કર્યા હતાં. તે જ વર્ષે સ્ત્રીકેળવણીની ઉપયોગિતા વિષે પણ એક નિબંધ તેમણે લખ્યો હતો. બાર વર્ષની વયે, ત્રણ દિવસમાં, ઘડિયાળ ઉપર તેમણે ત્રણસે કડીએ લખી કાઢી હતી.
તેર વર્ષની વયે તે અંગ્રેજીનો અભ્યાસ કરવા રાજકોટ ગયા. અંગ્રેજી અભ્યાસ તેમણે કેટલા વખત સુધી તથા ક્યાં સુધી કર્યો તેની કોઈ માહિતી મળી શકતી નથી. પરંતુ ૨૨મા વર્ષમાં લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું છેઃ “શિશુવયમાંથી જ એ (વિક–વૈરાગ્ય અને મુમુક્ષતાની) વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારને પરભાષાભ્યાસ ન થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org