________________
શ્રી રાજાની જીવનયાત્રા શક (3) અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ તે થઈ શકે. . . . અને તે ન થઈ શકે તેને માટે કંઈ બીજી વિચારણા (કાંઈ ચિંતા થતી) નથી. કારણ એથી આત્મા અધિક વિકલ્પી થાત. અને વિકલ્પાદિક કલેશને તે નાશ જ કરવા ઈચ્છો હતો. એટલે જે થયું તે કલ્યાણકારક જ (થયું.)”
તેમના પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે નાનપણમાં જ તેમણે કૃષ્ણભક્તિનાં પદો સાંભળ્યાં હતાં, તથા જુદા જુદા અવતારોનાં ચરિત્રો સાંભળ્યાં હતાં. તેથી તેમને ત્યારથી જ ઈશ્વર અને અવતારો પ્રથે ભક્તિ તથા પ્રીતિ ઉત્પન્ન થયાં હતાં. રામદાસજી નામના એક સાધુ પાસે તેમણે કંઠી પણ બંધાવી હતી. તે મંદિરમાં કૃષ્ણનાં દર્શન નિલ કરવા જતા તથા ત્યાં જે કથાકીર્તન થાય તે રસપૂર્વક સાંભળતા, અને સમજતા. તે વખતથી જ ઈશ્વરનાં દર્શન કરવાની તેમનામાં તીવ્ર ઉત્કંઠા ઊભી થઈ હતી. અને તે માટે
ત્યાગી થયા હોઈએ અને સ્થળે સ્થળે ચમકારથી હરિકથા માં કરતા હોઈએ તો કેવી મજા પડે” એમ તેમના મનમાં આવ્યા કરતું. ગુજરાતી વાચનમાળામાં જગતને રચનાર ઈશ્વર વિષે જે કાંઈ બેધ હતો તે તેમના શ્રદ્ધાળુ મન ઉપર દઢ થઈ ગયો હતો.
તે કારણે જ જૈન લોકે ભણું શરૂઆતમાં તેમને “બહુ જુગુપ્સા” હતી. બનાવ્યા વિના કોઈ પદાર્થ બનતો નથી, તો પછી ઈશ્વરે બનાવ્યા વિના જગત કેવી રીતે બન્યું હોયએવો વિચાર ન કરી શકનારા જૈનો તેમને “મૂર્ખ લાગતા. ઉપરાંત મૂર્તિપૂજામાં અશ્રદ્ધાળુ જૈનોની ક્રિયાઓ પણ તેમને મલિન લાગતી હોવાથી તેમના પ્રત્યે પણ તેમને “ભય અને અપ્રીતિ’ બને ઊભાં થયાં હતાં.
તેર વર્ષ પૂરાં થયા બાદ તેમણે પિતાની દુકાને બેસવાનું શરૂ કર્યું. ત્યાં પણ તેમણે ગમે તેમ રમતમાં કે બીજા પ્રપંચમાં વખત ગાળવાને બદલે પિતાનું વાચન-મનન ચાલુ જ રાખ્યું. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org