________________
જન્મ અને સમારકાળ પોતે જણાવે છે: “પિતાની દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તક વાંચ્યાં છે, રામ ઇત્યાદિનાં ચરિત્રો ઉપર કવિતાઓ રચી છે. . . . છતાં કાઈને મેં એ છોઅધિકે ભાવ કહ્યો નથી, કે કાઈને ઓછું અદકું તેળી દીધું નથી, એ મને ચક્કસ સાંભરે છે.” આમ આટલી નાની ઉંમરે પણ વ્યવહારમાં નીતિધર્મ ઉપર ભાર મૂકવાની વૃત્તિ તેમનામાં હતી તે ધ્યાનમાં રાખવા જેવું છે.
પ્રથમથી જ “વાતડાહ્યા’ અને આનંદી હોવાથી તથા “સમર્થ શક્તિવાળા” અને ગામના “નામાંકિત” વિદ્યાર્થી ગણાતા હોવાથી, લેકે તેમના નાને મેં મોટી વાતો સાંભળવા તેમને ચાહીને પાસે બેલાવતા, અને તેમની આસપાસના લોકોને માટે ભાગ મુખ્યત્વે મૂર્તિપૂજામાં ન માનનારા જેનેને હોવાથી, તેઓ તેમની વૈષ્ણવ કંઠી વગેરે બાબતહાસ્યપૂર્વક ટીકા કરીને તેમને વાદવિવાદમાં ઉતારતા; અને શ્રી રાજચંદ્ર પણ તેવા મંડળમાં બેસી, પિતાની “ચપળશક્તિ દર્શાવવા” પ્રયત્ન કરતા, તથા તેઓ સાથે “વાદ કરી તેમને સમજણ પાડવા પ્રયત્ન કરતા.
તેમની યાદશક્તિ અત્યંત તીવ્ર હોવાથી અવધાનના પ્રયોગો જેવું પણ તે નાનપણથી કરતા. આટલે પ્રતાપી અને વિભૂતિયુક્ત બાળક છાને ન રહી શકે. કચ્છના દીવાને આ ખ્યાતિ સાંભળી તેમને કચ્છમાં તેડાવ્યા અને ત્યાં તેમણે “ધર્મ” ઉપર સચેટ ભાષણ કર્યું. તે ભાષણ સાંભળી બધા હિંગ થઈ ગયા અને આટલા નાના કુમારની શક્તિઓ અને વિચારગાંભીર્ય જે કહેવા લાગ્યા કે આ છોકરો મેટ થઈ જરૂર નામ કાઢી
કચ્છના રહીશ શા. હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા. માલસીભાઈ તેમની આ બધી ખ્યાતિથી આકર્ષાઈ તેમને ખાસ મળવા માટે મોરબી આવ્યા. પરંતુ શ્રી રાજચંદ્રને રાજકોટ પોતાને મોસાળ ગયેલા જાણી તેઓ પણ રાજકોટ ગયા. રાજકોટ શ્રી રાજચંદ્ર તેમને આવવાને માર્ગે થોડે સામે ગયા. શ્રી રાજચંદ્રને મળીને તેમની શક્તિઓ જોયા બાદ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org