________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
તેમને કાશી ભણવા માટે જવાનું કહ્યું તથા તેમને ત્યાંનો બધો ખર્ચ ઉપરાંત પગાર આપવાની તૈયારી બતાવી. પણ રાજચંદ્ર તેમ કરવાની ના પાડી. મેરબીના ન્યાયાધીશ ધારસીભાઈ તે વખતે સાથે હતા. તેમણે રાજચંદ્રને આ તક જતી ન કરવાનું જણાવ્યું. પરંતુ રાજચંદ્ર તે વખતે કોઈ બીજા જ રસમાં તણાતા જતા હતા, એટલે વધુ પુસ્તકિયા જ્ઞાન ભેગું કરવાની તેમનામાં ઉત્કંઠા ન હતી. એ જ ધારસીભાઈ શ્રી રાજચંદ્રના વધુ પરિચયથી પછી એટલા મુગ્ધ થઈ ગયા કે પ્રથમ તેમને પિતાની સાથે ગાદી ઉપર, અને પછી તેમને જ ગાદીએ બેસાડી પોતે નીચે બેસતા. પછીનાં વર્ષોમાં તો તેમણે તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. - શ્રી રાજચંદ્રના અક્ષર એટલા છટાદાર હતા કે કચ્છના દરબારને ઉતારે તેમને લખવા બેલાવવામાં આવતા અને તે ત્યાં જતા પણ ખરા.
આ સમય દરમ્યાન બનેલા એક અગત્યના બનાવની અત્રે નેંધ લેવી ઘટે છે. શ્રી રાજચંદ્ર સાત વર્ષની નાની વયના હતા તે વખતે તેમના કુટુંબના પરિચિત એક અમીચંદ નામના ગૃહસ્થ સાપ કરડવાથી અકાળે ગુજરી ગયા. રાજચંદ્ર ઉપર તે ઘણું વહાલ રાખતા હતા; અને રાજચંદ્ર પણ તેમના કદાવર, સુગઠિત શરીર તથા ઉત્તમ ગુણોને કારણે તેમના તરફ ખાસ આકર્ષાયા હતા. તેમના ગુજરી જવાની વાત સાંભળી રાજચંદ્ર દોડતા દોડતા આવી પહોંચી પિતાના દાદાને પૂછવા લાગ્યા કે ગુજરી જવું એટલે શું ? તેમના દાદાએ તેમને જણાવ્યું કે હવે તેમના શરીરમાંથી જીવ ચાલ્યો ગયો છે એટલે તે ખાઈ પી કે બોલી શકશે નહિ, અને તેમના શરીરને તળાવ પાસેના મસાણમાં બાળી મૂકશે. તેમના દાદાએ ધાર્યું કે આ બધી વાતે સાંભળી નાનું બાળક ગભરાશે. એટલે તે તેમને તે વાત ભુલાવવાને પ્રયતન કરવા લાગ્યા. પરંતુ રાજચંદ્ર થોડી વાર ઘરમાં આમતેમ ફરીને પછી છૂપી રીતે તળાવ ઉપર દેડી ગયા અને એક ઝાડ ઉપર ચડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org