________________
જન્મ અને કુમા૨કાળ દૂરથી જોવા લાગ્યા તે ચિતા સળગતી હતી અને લોકે આસપાસ કુંડાળું વાળીને બેઠા હતા. આમ એક પરિચિત માણસને સળગાવી મુકાતો જોઈ તેમને ઘણું લાગી આવ્યું અને તે ઘણા મૂંઝાયા. તેમણે જોયું કે તેમને બાળી મૂકનાર પણ તેમના જ સગાસંબંધી તથા સમજણું લોકે હતા. એટલે તે વિચારવા લાગ્યા કે આ બધું શું છે? આમ તેમના ચિત્તમાં એક ભારે મૂંઝવણ ઊભી થઈ અને એક ભારે ગડમથલ જામી. તે વખતે જ અચાનક તેમના ચિત્ત ઉપરથી કાંઈક પડદે સરી ગયું અને તેમને માણસના જન્મજન્માંતરનું કાંઈક દર્શન થયું અને તે થોડાક શાંત થયા. આ જ અનુભવ તેમને જૂનાગઢનો કિલ્લો જેવા ગયા ત્યારે ફરી વાર થયો હતું અને ત્યારથી તેમને પુનર્જન્મ વિષે દઢ ખાતરી થઈ ગઈ
તે પિતે એ વિષયમાં ૨૫ વર્ષની ઉંમરે લખે છેઃ “શાસ્ત્રોમાં જે જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે તેમાં સંશય લાવવા જેવું નથી; સામાન્ય ગધ્યાનાદિકના અભ્યાસબળ વડે પણ ભવાંતર જાણી શકાય તેમ છે. એ બધું કાંઈ કલ્પિત નથી. ભવાંતરનું જે સ્પષ્ટ જ્ઞાન કેઈને ન થતું હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કેઈને થતું નથી એમ કહેવા જેવું છે.” *
પરંતુ આ વિષે લોકો સાથે વધુ ચર્ચામાં, તે પછીથી મોટી ઉમરે પણ ઊતરતા નહીં. અમુક વખતે કોઈ પરિચિત માણસો આગળ પોતાના અનુભવની તેવી કાંઈ વાત બોલાઈ ગઈ હોય, તો તે ઉપરથી ઘણા તે બાબત તેમને પૂછપરછ કરતા; અને તેવી રીતે જ તેમના પોતાના કહેવાથી શ્રી રાજચંદ્ર પોતાના ૯૦૦ જન્મ જાણે છે એવી લોકોમાં વાત ફેલાઈ ચૂકી હતી. તેમના પરિચયમાં આવેલા કેટલાક ભક્તોના શબ્દો ટાંકીએ તો, શ્રી રાજચંદ્ર તેમને જાતે કહેલું કે પોતે મહાવીર સ્વામીના શિષ્ય હતા, અને અમુક પ્રકારનો પ્રમાદ કરવાથી તેમને આટલા ભવ કરવા
* મૂળ લખાણ ટૂંકાવ્યું છે. ૧. ઈડરનરેશ સાથેની વાતચીતમાં આમ કહેલું, “દેશી રાજ્ય' માસિક (૧૯૨૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org