________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
પ્રમાણે, “સ્મૃતિ એવી બળવત્તર હતી કે, એવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે.” તેમની એ યાદશક્તિને કારણે સામાન્ય બાળકોની પડે તેમને ઘેર ફરી વાંચી જવાની કાંઈ જરૂર પડતી નહિ. તેથી બહારથી તે અભ્યાસમાં પ્રમાદી લાગતા. શાળામાં શિખવાડતી વખતે શિક્ષક પાઠ વાંચી જાય તેટલાથી જ . તેમને ચાલી જતું. અને એ કારણથી એક માસ જેટલો સમય પણ થયે નહિ, તેટલામાં તો તેમણે આંક પૂરા કર્યા અને બે વર્ષ જેટલી મુદતમાં સાતે પડીઓ પૂરી કરી ! પરિણામે જે વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચોપડીની શરૂઆત કરાવેલી તેને પોતે સાતે ચેપડીઓ પૂરી કરીને પહેલી ચોપડી પૂરી કરાવી.
તેટલી નાની ઉંમરથી જ રસિક વાતો અને સ્થાઓ જોડી કાઢી રસિક રીતે કહી બતાવવાની તેમનામાં શક્તિ હતી. આઠ વર્ષની ઉંમરથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી, “જે પાછળથી તપાસતાં સમાપ હતી.” તે વખતે તેમણે સામાન્ય રીતે મળી શકે તેવા કવિતાના બધા ગ્રંથો વાંચી કાઢ્યા હતા, અને ઘણાખરા તેમને મોઢે હતા. આઠમા વર્ષની ઉંમર દરમ્યાન તેમણે ૫૦૦૦ કડીઓ રચેલી કહેવાય છે. નવ વર્ષની ઉંમરે તેમણે રામાયણ અને મહાભાસ પદ્યમાં રચ્યાં હતાં.
પહેલેથી જ એ સ્વભાવે બહુ સરળ અને પ્રેમાળ હતા. તે પોતે જણાવે છે: “તે વેળા પ્રીતિ–સરળ વાત્સલ્ય–મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકેમાં કોઈ પણ પ્રકારથી જુદાઈને અંકુરે જેતો કે મારું અંતઃ કરણ રડી પડતું.” વળી તે જણાવે છે? “ ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસ જાતને બહુ વિશ્વાસુ હતા. સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org