________________
ખંડ ૧
: જીવનરેખા
જન્મ અને કુમારકાળ શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી રાયચંદભાઈ) ને જન્મ કાઠિયાવાડમાં આવેલા વવાણિયા નામે ગામમાં સં. ૧૯૨૪ના કારતક સુદ ૧પને દિવસે થયો હતો. તેમના પિતાનું નામ મહેતા રવજીભાઈ પચાણભાઈ હતું અને માતાનું નામ દેવબાઈ હતું. - સાત વર્ષની ઉંમરે તેમણે બાળવયની રમતગમતમાં કાઢી હતી. પરંતુ તે વખત દરમ્યાન પણ તેમનામાં “ વિચિત્ર કલ્પનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ થયાં કરતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની
અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની” તેમનામાં “પરમ - ઉત્કંઠા હતી. - સાત વર્ષ બાદ તેમને શાળામાં કેળવણું લેવા મૂકવામાં આવ્યા. • તેમની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે એક જ વાર પાઠ વાંચી
જવાથી તેમને તે તદ્દન યાદ રહી જતો. તેમણે પોતે જ જણાવ્યું છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org