________________
કેટલાક પરિચય અને પ્રસંગે શ્રી દેવકરણજી મૌન રહ્યા.
પછી શ્રી રાજચંદ્ર કહ્યું, “નાળિયેરનો ગોળો જેમ જુદે રહે છે, તેમ અમે રહીએ છીએ.”
શ્રી લલ્લુજીએ શ્રી રાજચંદ્રને તેમને ફેટે આપવા ઘણે આગ્રહ કર્યો પણ શ્રી રાજચંદ્ર માન્યું નહિ. અંતે તેમને નીચેની ગાથાઓ સ્વહસ્તે લખી આપીઃ
संबुज्झहा जंतवो माणुसत्तं दटुं भयं बालिसेणं अलंभो । एगंतदुक्खे जरिए व लोए सकम्मुणा विपरियासुवेइ ॥ [હે જીવ! તમે જાગે. મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે. તથા રોગ, શોક, જરા, મરણ વગેરે ભયથી તે ચારે બાજુ ઘેરાયેલું છે. અજ્ઞાનમાં રહીને સવિવેક પામે અશક્ય છે. આ લોક કેવળ દુઃખથી તાપ પામ્યા કરે છે, અને પિતપોતાનાં કર્મો વડે અહીંતહીં ભમ્યા કરે છે.] - શ્રી રાજચંદ્રમૌનપણાનો વારંવાર બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. એથી મુંબઈ છોડ્યા બાદ શ્રી લલ્લુજીએ ત્રણ વર્ષ મૌનવ્રત લીધું. માત્ર સાધુઓ સાથે જરૂર પડતું બોલવું અને શ્રી રાજચંદ્ર સાથે પરમાર્થના કારણે પ્રશ્ન કરવા એટલી છૂટ હતી. શ્રી રાજચંદે તેમને “સમાધિશતક’ પણ વાંચવા માટે આપ્યું હતું અને તેને પહેલે પાને “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે' એ કડી લખી આપી હતી.
- શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રોનો અત્યંત અભિનિવેશ હતો. એટલે તે કહેતા કે, “કોઈ પણ માણસ સૂત્રથી બહાર શું કહેવાનો હતો ? અને સૂત્ર તો હું જાણું છું.” એટલે શ્રી રાજચંકે તેમને “યોગવાસિક' આદિ વેદાંતના ગ્રંથ વાંચવા આપ્યા. ત્યારે દેવકરણજી
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org