________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શ્રી લલ્લુજીને લાગતું કે દેવકરણજીને જે યથાર્થ બંધ થાય તો સારું; કારણ, તેમની વ્યાખ્યાનશક્તિ ઘણી સારી હતી. એ ઈરાદે તે શ્રી રાજચંદ્રને ત્યાં જતી વખતે તેમને સાથે લઈ જવાની ઈચ્છા રાખતા. એક વખત શ્રી રાજચંદ્રની રજાથી તેમને પિતાની સાથે લઈ આવ્યા.
શ્રી રાજચંદ્ર દેવકરણજીને પૂછ્યું, “વ્યાખ્યાનમાં કેટલાં માણસ આવે છે?”
દેવકરણજીએ કહ્યું, “હજારેક માણસો ભરાય છે.”
શ્રી રાજચકે પૂછ્યું, “સ્ત્રીઓને વ્યાખ્યાનમાં દેખી વિકાર થાય છે ?” દેવકરણજી બોલ્યા, “કાયાથી નથી થતમનથી થાય છે.”
શ્રી રાજચંદ્રે કહ્યું, “મુનિએ તો મન, વચન અને કાયા એ ત્રણે યોગથી સાચવવું જોઈએ.”
દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું, “તમે ગાદીતકિયે બેસે છે, અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહોળાતી હોય ?” - શ્રી રાજચંદ્ર કહ્યું, “મુનિ, અમે તો કાળક્ટ વિષ દેખએ છીએ. તમને એમ થાય છે ?”
આ સાંભળી દેવકરણજી નિરુત્તર થઈ ગયા. - શ્રી રાજચંદ્ર પૂછયું, “તમે કોણ છો?” - દેવકરણજીએ કહ્યું, “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે છે, તેટલો વખત સાધુ છીએ.” - શ્રી રાજચંદ્ર કહ્યું, “તેવી રીતે સંસારીને પણ સાધુ કહેવાય કે નહિ ?”
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org