________________
દયાધામ દયા ધર્મની પરિસીમ માંકડને નહિ મારવામાં નથી. માંકડને ન મરાય એ ખરું છે, પણ માંકડને ઉત્પન્ન પણ ન કરાય. જેટલું ઘાતકીપણું મારવામાં છે તેથી વધારે ઘાતકીપણું ઉત્પન્ન કરવામાં છે.
માંકડને આપણે બધા પેદા કરીએ છીએ. શ્રાવ પેદા કરે છે, હું વૈષ્ણવ પણ પેદા કરું છું. આપણે શૌચાચાર જાણતા નથી. પરિગ્રહ વધારતી વખતે આપણે વિચાર કરતા નથી અને પરિગ્રહથી (જંતુઓની) ઉત્પત્તિ સિવાય બીજું શું થાય ?
માંકડ, મચ્છર, વગેરે સૂક્ષ્મ જંતુઓને નહિ મારવામાં દયાધર્મ છે જ. પણ તેથી વધારે દયાધર્મ એ છે કે આપણાથી માણસને ન મરાય. માણસને મારવો ને માંકડને મારવો એની વચ્ચે પસંદગી કરવી પડે એવા પ્રસંગ આવે ત્યારે કાને મારવો? માણસને મારીને માંકડને ઉગારે એ ધર્મ હોય એવો પ્રસંગ પણ આવવો શક્ય હોય છે. માંકડને મારીને માણસને ઉગારે એ ધર્મ હોય એવો પ્રસંગ પણ શક્ય છે. હું તો એ બને જતના પ્રસંગમાંથી ઊગરી જવાનો માર્ગ કહું છું. તે દયાધર્મ છે. કવિશ્રી કહેતા કે “જૈન ધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગયો હોત તો એનાં તો જોઈને જગત ચકિત થાત. વાણિયાઓ તો જૈન ધર્મતને વગાવી રહ્યા છે. તેઓ કીડિયારાં પૂરે છે, પટેરું મોંમાં જાય તો તેમને દુઃખ થાય છે, એવા ઝીણું ઝીણા ધર્મ તેઓ પાળે છે. તેમની એ ઝીણવટ તેમને મુબારક હે; પણ જે એમ જાણે છે કે એમાં જ જૈન ધર્મની પરિસીમા છે તેઓ તો ધર્મની નીચામાં નીચી શ્રેણીએ જ છે. એટલો ધર્મ તો પતિતનો છે. એ ધર્મ પુણ્યવાનને નથી.” આથી ઘણું શ્રાવકે કહે છે કે રાજચંદ્રને ધર્મનું ભાન ન હતું. તે દંભી હતા, અહંકારી હતા. હું પોતે તે જાણું છું દંભ અહંકારનું તેમનામાં નામ ન હતું.
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org