________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન એ પ્રકારનાં ધ્યાનને ત્યાગ કરીને, મન-વચન-કાયાના પાપભાવને રોકીને, વિવેકી શ્રાવક સામાયિક કરે છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. સાઠ ઘડીનાં અહેરાત્ર વ્યર્થ ચાલ્યાં જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાલચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું, તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી કાયોત્સર્ગ કરી [આસન વાળી ] ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું, વૈરાગ્યનાં ઉત્તમ કાવ્ય બાલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું, નૂતન અભ્યાસ થાય તો કરે,–જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકી કાળ વ્યતીત કરો. કંઈ સાહિત્ય ન હોય તે પંચપરમેષિમંત્ર જાપ જ ઉત્સાહપૂર્વક કરવો. પણ વ્યર્થ કાળ કાઢી નાખ નહિ. ધીરજથી, શાંતિથી, અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારે. (૧૭)
૭. પ્રતિક્રમણ એટલે સામું જવું–સ્મરણ કરી જવું, ફરીથી જોઈ જવું. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા, તે વખતની અગાઉ તે દિવસે જે જે દેવ થયા છે, તે એક પછી એક જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરવો કે દેશનું સ્મરણ કરી જવું. શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ થાય છે; ત્યાગવા ગ્ય વસ્તુનો વિવેક આવતા જાય છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. (૧૭)
૮. ક્ષમા એ અંતર શત્રુ છતવામાં ખગ છે; પવિત્ર આચારની રક્ષા કરવામાં બખતર છે. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. (૧૭)
૯. સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બેરૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી, ત્યાં દ્વેષ નથી. આ
૩૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org