________________
૨૮: સદુપદેશ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે. એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. (૧૭)
૧૦. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તે પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. (૧૮-૧૯)
૧૧. જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઈતી નથી. (૧૮–૧૯)
૧૨. બાહ્યભાવે જગતમાં વર્તી અને અંતરંગમાં એકાંત શીતળીભૂત નિર્લેપ રહે એ જ માન્યતા અને બેધના છે. (૨૩)
૧૩. નીચેને અભ્યાસ તો રાખ્યા કરોઃ
(૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવે.
(૨) સર્વ પ્રકારની અભિલાષા નિવૃત્ત કરતા રહે.
(૩) આટલા કાળ સુધી જે. કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ; એ કરતાં હવે અટકે.
(૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને અને બાકીના પ્રાણુઓ ઉપર અનુકંપા રાખ્યા કરો.
(૫) કોઈ એક સત્ પુરુષ શોધે અને તેનાં ગમે તેવાં વચનમાં શ્રદ્ધા રાખો.
આ પાંચે અભ્યાસ અવશ્ય મેગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારે આવવાને નથી. બાકીના ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો–તેની પ્રાપ્તિ સિવાયને–બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી, અને બધા ય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે–સૂક્યું છે. (૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org