________________
શ્રી રાજયનાં વિચારતને પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહિ થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. (૨૫) ( ૭. કર્મની વર્ગણ જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણું ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે. તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણું ચાલી જાય છે. (૧૯૫૨).
૮. માટીમાં ઘડે થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે. તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય, તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે, તેનાં વચનને મળતું આવવું જોઈએ; નહીં તે અજ્ઞાનને જ્ઞાન માન્યું છે, એમ કહેવાય. (૧૯૫૨)
૯. જ્ઞાન તેનું નામ કે જે હર્ષશેક વખતે હાજર થાય. અર્થાત હર્ષ, શોક થાય નહીં. સમ્યફ દષ્ટિ હર્ષશેકાદિ પ્રસંગમાં એકાકાર થાય નહીં. તેમનાં નિર્વસ પરિણામ થાય નહીં. અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યું તરત જ દાબી દે. બહુ જ જાગ્રતિ હેય. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતે હોય અને ભય લાગતો નથી, પણ જાણે તે કુતર ચાલ્યા આવતા હોય તેમ લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌગલિક સંયોગ સમજે છે. રાજ મળે આનંદ થાય તો તે અજ્ઞાન. (૧૯૫૨).
૨૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org