SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આ વર્ગમાં માત્ર કુળજેને જ નથી આવતા, એમાં ખાસ જૈનેતર ભાગ છે. અને તેમાં પણ મોટે ભાગે આધુનિક શિક્ષા પ્રાપ્ત છે. ' મારી પોતાની બાબતમાં એમ થયું કે, જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહી કાશીમાં ભણતા, ત્યારે એક . વાર રાજમાન ભીમજી હરજીવન “સુશીલ” શ્રીમદ્દનાં લખાણો (કદાચ શ્રીમદ્રાજચંદ્રજ) લઈ મને સંભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા અને અત્યારે પણ જીવિત – એ દુર્વાસા નહિ, ખરી રીતે સુવાસા જ – મુનિ અચાનક ત્યાં પધાર્યા અને થોડીક ભાઈ સુશીલની ખબર લઈ મને એ વાચનની નિરર્થકતાને ઉપદેશ આપ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૧ના પ્રારંભકાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્તવમંદિરમાં આવ્યો, ત્યારે શ્રીમની જયંતી પ્રસંગે કાંઈક બોલવાનું કહેવામાં આવતાં મેં એક દિવસ ઉપવાસપૂર્વક “શ્રીમદ્રાજચંદ્ર' પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું. એટલે ઉડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યેઅજાણે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કાર ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વદર્શનને એક વ્યાપક સિદ્ધાંત છે કે, ગમે તેટલા કાળનું પાપ કે અજ્ઞાન અંધકાર શુદ્ધિના તેમજ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં એાસરી જાય છે, તે અનુભવ્યું. ત્યાર પછી ઈ. સ. ૧૯૭ર સુધીમાં બે ચાર વાર આવી યંતી પ્રસંગે બોલવાનો અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાનો સમય જ ન મળ્યો, અગર મેં ન મેળવ્યો. આ વખતે ભાઈ ગોપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મોકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજાં પણ કારણે કાંઈક હતાં જ, તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં “શ્રીમકાજચંદ્ર' કાંઈક નિરાંતે પણ સવિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું. અને સાથે જ ટૂંકી ને કરતો ગયો. એ વિષે બહુ લાંબું લખવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy