________________
“શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના શક્યતા છતાં જોઈ તે અવકાશ નથી; તોય પ્રસ્તુત નિબંધમાં એટલું તો નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કઈ પણ એક પક્ષ તરફ ન ઢળતાં, “શ્રીમદ્રાજચંદ્ર'માંનાં લખાણને જ તટસ્થભાવે વિચારી, એમના વિષે બંધાયેલ અભિપ્રાય અમુક મુદ્દાઓ નીચે લખવા ધારું છું. .
આધ્યાત્મિકતા આધ્યાત્મિક્તા શ્રીમમાં બીજરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં સ્વનિરીક્ષણ અને તેને લીધે દોષનિવારણની તેમ જ ગુણ પિષવાની વૃત્તિનો જ સમાવેશ થાય છે. આધ્યાત્મિકવૃત્તિમાં દેષદર્શન હેાય તો મુખ્યપણે અને પ્રથમ પિતાનું જ હોય છે અને બીજી તરફ પ્રધાનપણે ગુણદષ્ટિ જ હોય છે. આખું “શ્રીમદ્રાજચંદ્ર” પુસ્તક વાંચી જઈએ તો આપણું ઉપર પહેલી જ છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. “પુષ્પમાળાથી માંડી અંતિમ સંદેશ સુધીનું કોઈ પણ લખાણ લો અને તપાસો તો એક જ વસ્તુ જણાશે કે, તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. જ્યારે તેઓ જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અર્થોપાર્જનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પિતા તરફ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્તિ તે તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણ ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈએ કે આ ધર્મબીજ કઈ રીતે તેમનામાં વિકસે છે.
બાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું છે, તે ઉપરથી અને “પુષ્પમાળા” તેમ જ તે પછીની
કાળ ન મૂકે કેાઈને” અને “ધર્મ વિષે ” એ બે કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દ ઉપરથી એમ ચેખું લાગે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org