________________
શ્રી રાજચંદ્રનાં વિચારને કહી, સતિષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો, તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ
ગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણુએ અને ઈશ્વરને કમદિને ફળ આપનાર ગણુએ, તો પણ તે વાત સિદ્ધ જણાતી . નથી. એ વિચાર પર “ષદર્શનસમુચ્ચય'માં સારાં પ્રમાણ આપ્યાં છે.
૩. પ્રશ્ન-“મેક્ષ શું છે?”
ઉત્તર–જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં–દેહાદિમાં–આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી–મુક્તિ થવી– તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે, જે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
૪. પ્રશ્ન–“મોક્ષ મળશે કે નહિ તે ચેસ રીતે આ દેહમાં જ જાણી શકાય?”
ઉત્તર–એક દેરડીના ઘણા બંધથી હાથે બાંધવામાં આવ્યા હાય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિતિ અનુભવમાં આવે છે, અને તે દોરડી, વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે— અનુભવાય છે, તેમજ અજ્ઞાનભાવનાં અનેક પરિણામરૂપ બંધને પ્રસંગ આત્માને છે તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે, ત્યારે સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદિભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પિતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે.
૩૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org