________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામીને પછી પ્રગટ માર્ગ કહે– પરમાર્થ પ્રકાશવો. ત્યાં સુધી નહિ. અને એ દશાને હવે કાંઈ ઝાઝે વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. . . . સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. (એ) એક દેશ (પણ) સમજાયા વિના રહ્યો નથી, પણ યોગ ( પ્રવૃત્તિ )થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. અને એમ થયે એ દેશ અનુભવાશે. . . . આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું યોગ્ય છે. . . . વેદયને નાશ થતાં સુધી ગૃહાવાસમાં રહેવું યોગ્ય લાગે છે. . . . જ્યાં સુધી અસંગ થઈશું નહિ અને ત્યાર પછી તેની (પરમેશ્વરની) ઈચ્છા મળશે નહિ, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહિ. . . . હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી, ત્યાં સુધી ઈચ્છા થતી નથી–થવાની નથી.”
“પૂર્વાપર એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કેઈથી પાડવામાં નથી આવતો, તે જાણે છે. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણો છો, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશે નહીં. (૧૯૪૭)
આમ છતાં તેમના સંબંધમાં જે કઈ આવતા તે તેમની વિભૂતિથી આકર્ષાઈ તેમની પાસેથી માર્ગ પામવા ઉત્સુક થાય તેમાં નવાઈ નથી. પરંતુ તેમની આગળ પણ, હાઈએ તેનાથી જરા પણ વધારે ન દેખાવાની તેમની જે સરળતા છે તે જોવા જેવી છે:
“ તમે મારા સંબંધી જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. . . . પરંતુ તેવા ગુણે કાંઈ મારામાં પ્રકાશિત
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org