________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ એમ ગણુએ તો ગણું શકાય. . . .”
તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઈચ્છો છો તે તે, તે લાભ પામે એ મારી અંતઃકરણથી ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા, તેમાં મને . હજી કંઈક આવરણ છે. . . . ફરી ફરી અનુકંપા આવી જાય છે. પણ નિરુપાયતા આગળ શું કરું ? પિતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું ?”
આ પ્રસંગે જ એક બીજા ફેરફારની પણ નોંધ લેવી ઘટે છે. જો કે તેને “ફેરફાર ” કહેવો એ વધારે પડતું છે. છતાં ૧૭મા વર્ષ સુધી તેમ જ તે વર્ષ દરમ્યાન શ્રી રાજચંદ્ર લખેલા “મોક્ષમાળા” આદિ ગ્રંથમાં “જૈનદર્શને જ સાચું છે, “બીજાં દર્શને અપૂર્ણ છે, “જૈનદર્શનના પ્રવર્તક પુરુષો જ પૂર્ણ જ્ઞાની હતા, “ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજે” “વીર સ્વામીનું બેધેલું સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં.”
જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે, તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે,” “ સાચો વૈદ્ય તે વીતરાગદર્શન છે, જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે,” “અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે, જેવો આત્મકલ્યાણને નિરધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તે નિરધાર બીજા સંપ્રદાયને વિષે નથી,' “બંધમાક્ષની યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જે કાઈ અમે વિશેષપણે માનતા હોઈએ, તો તે શ્રી તીર્થકર દેવ છે, એવા ભાવાર્થનાં આગ્રહી વાક્યો ઠેર ઠેર નજરે પડે છે. કેટલીક જગાએ તો તે વાક્યો એવું એકાંતિકપણું પડે છે કે, પહેલી નજરે તે કોઈ પણ સમભાવી હદયને આઘાત જ પહોંચે. પરંતુ પછીનાં વર્ષોમાં અમુક દર્શન, પંથ કે વાડામાં જ સત્ય સમાયું છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org