________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ માનવાને બદલે, સત્ય આત્માનુભવમાં જ રહેલું છે એવા અભિપ્રાયનાં વાક્યો તેમનાં લખાણમાં વધુ પ્રમાણમાં માલૂમ પડે છે. સાથે સાથે, અંતિમ અનુભવને લગતી બાબતો વિષેને જુદાં જુદાં દર્શને કે પ્રવર્તકેના મતભેદોનો નિવેડે અંતિમ અનુભવ થયે જ મળે, અને ત્યાં સુધી બધા સંપ્રદાયના શાસ્ત્રગ્રંથો ઉપદેશ–બોધ પ્રાપ્ત કરવા પૂરતાં વાંચવા–વિચારવા, એવો તેમનો અભિપ્રાય થતો જાય છે. નીચે આપેલા કેટલાક ઉતારાઓ ઉપરથી તે વાત સ્પષ્ટ થશે. - “સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકારે જોઈ મુમુક્ષુ જીવ સંદેશ–શંકા પામે છે. અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને બનાવાયેગ્ય જ છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન તો જીવને કેાઈ અત્યંત ઉજજવળ ક્ષયોપશમે અને સશુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગુરુથી કે સતશાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાનનું દઢ થવું ઘટે છે. ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. તેમનું બળ વધવાથી જીવને વિષે સહેજે નિર્મળપણું થાય છે અને (પછી) સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. (કારણ કે,) જીવ અસંગદશામાં આવે, તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે.” (૨૭)
જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશબંધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ચો કહે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય, ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમ કે ચક્ષને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જે અત્યંત બળવાન પડળ હેય, તે તેને સમૂળગો પદાર્થ દેખાતું નથી.” (૨૮)
વૈરાગ્ય ઉપશમ વર્ધમાન થયે “એક આત્મા છે' કે “અનેક આત્મા છે, એ આદિ પ્રકારે સ્વરૂપ વિચારવા ચોગ્ય છે. જ્યાં સુધી
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org