________________
શ્રી રાજચકની જીવનયાત્રા પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દૃઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને વિચારને નિર્ધાર પ્રાપ્ત થતો નથી.”
આ બધા ઉતારાઓ વધુ વિસ્તારથી વિચારતનવાળા ખંડમાં સિદ્ધાંતચર્ચા” એ નામના પ્રકરણમાં આગળ આવવાના છે. એટલે અહીં તેમની વધુ પુનરાવૃત્તિ કરવી જરૂરી નથી. વળી આ જાતની વિચારસરણી ઉપરાંત, જૈન સિવાય બીજાં દર્શનમાં કે મહાત્માઓને પણ “સત ”નું જ્ઞાન હોય એ બનવાજોગ છે, એવા અભિપ્રાયના ઉતારા નીચે આપ્યા છે –
ગમે તે સંપ્રદાય—દર્શન–ના મહાત્માઓને લક્ષ એક “સત ” જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂગાની શ્રેણીએ સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી.”
મેક્ષના માર્ગ બે નથી. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે; જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યુગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર, શાશ્વત સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. કાઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યફ યોગે એ જ માર્ગનું સંશોધન કરવાનું છે. તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મા–પ્રાપ્ત પુરુષ જ્યારે મેગ્યતા ગણું તે આત્મત્વ અર્પશે ત્યારે જ તેની વાટ મળશે. ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કેાઈ મોક્ષ પામ્યા નથી.”
“ જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ (આ) આત્મા ઘણું વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં મેક્ષ છે એમ ધારણા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org