________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા નરભેરામ તથા મને કહ્યું, “તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાધિપણે વર્તાશો. જે રત્નમય જ્ઞાનવાણું આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે ચેતી શક્યા નહિ. . . . રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું, “નિશ્ચિંત રહેજે. ભાઈનું સમાધિમૃત્યુ છે.” ઉપાયો કરતાં શરદી ગઈ પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા હતાં. પણ નવે કહ્યું, “મનસુખ, દુઃખ ન પામતો. માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' (તેમના કહેવાથી તેમને બીજા કેચ ઉપર ખસેડ્યા, ત્યાં) તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થભાવે છૂટા પડ્યા. લેશમાત્ર આમાં છૂટ થયાનાં ચિહ્ન ન જણાયાં. લઘુશંકા, દીર્ઘશંકા, મઢ પાણી કે આખે પાણું કે પરસેવો કશું નહોતું.”
આમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર નાશવંત દેહનો ત્યાગ કરી ગયા.
શ્રી રાજચંદ્રનાં ધર્મપત્ની પછી પિતાને કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં હતાં. બહુ જ થંડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org