________________
શ્રીમદ્ રાજચંદ્રને અક્ષરદેહ શ્રીમદ્ રાજચંદ્રનો જીવનવૃત્તાંત પૂરી કરતા પહેલાં તેમણે રચેલાં પુસ્તકનો ટૂંક પરિચય કરાવો આવશ્યક છે. તે પુસ્તકમાંનાં ઘણનો સમાવેશ “શ્રી મદ્રાજચંદ્ર” નામે પ્રસિદ્ધ થયેલા તેમનાં સમસ્ત લખાણના મહાસંગ્રહમાં થઈ જાય છે. તે આ ગ્રંથ સાચે જ બધી રીતે શ્રી રાજચંદ્રનો એક અપૂર્વ અક્ષરદેહ” જ છે. તેમાં વયાનુક્રમે શ્રી રાજચંદ્રનું સમસ્ત આંતર જીવન આપણી આગળ તાદશ ખડું થાય છે. આપણી ભાષામાં, કેઈ સાધકના આંતર જીવનની નેનાં એવાં પુસ્તક બહુ ઓછાં છે. એ રીતે એ પુસ્તક આપણા સાહિત્યમાં અગત્યનું સ્થાન ભોગવે છે. શ્રી રાજચંદ્ર દુકાન ઉપર પણ પોતાની સાથે પિતાની નોંધપોથી કાયમ રાખતા. અને વ્યાવહારિક કામકાજમાંથી સહેજ પણ નિવૃત્તિ મળતાં તરત પિતાના અંતરમાં ડૂબકું મારી જતા. ત્યાર પછી તે બધા વિચારો અને અનુભવો તરત તે નોંધપોથીમાં ટાંકી લેતા. એ ગ્રંથમાં એવી અંગત નોંધેના થકેથોક એકઠા કરેલા છે. તે ઉપરાંત અન્ય સંબંધીઓ કે જિજ્ઞાસુઓને લખેલા પત્રો તેમ જ તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ તથા તેમની મુશ્કેલીઓના બતાવેલા ઉકેલોથી પણ તે ગ્રંથ ભરપૂર છે. આ પ્રકરણમાં તેમની એ મહત વિચારસૃષ્ટિને પરિચય કરાવવાને ઈરાદો નથી. તેને માટે એક સ્વતંત્ર પુસ્તક જ જોઈએ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org