________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
અહીં તે તેમણે રચેલાં પ્રગટ કે અપ્રગટ પુસ્તકે ટૂંક પરિચય કરાવવો ધાર્યો છે. શરૂઆતમાં તેમણે રચેલાં સ્વતંત્ર પુસ્તકનો પરિચય વયાનુક્રમે આપ્યો છે. તથા પછીને ભાગમાં તેમણે કરેલાં ભાષાંતરે કે અન્ય લેખકેના ગ્રંથ ઉપર કરેલાં વિવેચને વિષે ટૂંક નેધ છે.
સં. ૧૯૪૦માં બહાર પડેલું “સ્ત્રીનીતિબોધ વિભાગ-૧' એ શ્રી રાજચંદ્રનાં ૧૬ વર્ષ પહેલાં લખેલાં લખાણોમાંનું પ્રથમ પુસ્તક છે. તેની પ્રસ્તાવનામાં તેમણે, સ્ત્રીકેળવણી વધતી જાય તેની સાથે વાંચવાને શેખ વધે તેને માટે, સ્ત્રીઓને એગ્ય સારાં પુસ્તક લખવા વિદ્વાનેને વિનંતિ કરી છે; જૂના વિચારના લેના સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપો દૂર કર્યા છે, તે વખતે છપાયેલાં સ્ત્રીઓને વાંચવા યોગ્ય પાંચસાત પુસ્તકનાં નામ આપ્યાં છે; તથા સ્ત્રીઓ નહિ સુધરવાનું કારણ બાળલગ્ન, કજોડાં, વહેમ અને અજ્ઞાન છે એમ જણાવી બાળલગ્નની હાનિ વિચારવા વિનંતિ કરી છે. તે પ્રસ્તાવનામાં જ જણાવ્યા પ્રમાણે, ત્રણ ભાગમાં “સ્ત્રીનીતિબેધ” લખવા વિચાર રાખી, થોડી કિંમત રખાય તો ઘણું લાભ લઈ શકે એ હેતુથી તેમણે ચાર આનામાં પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કર્યો છે.
સ્ત્રીઓમાં ગવાતા રાગમાં, ગીત, ધોળ અને ગરબાની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી તે પુસ્તક છાપવામાં આવ્યું છે. પહેલા ભાગમાં ઈશ્વરપ્રાર્થના, ભક્તિ અને ઉપકાર ઉપરાંત ક્ષણભંગુર દેહ, માતાએ પુત્રીને દીધેલી શિખામણ, વખત નકામો ન ગુમાવે તથા ઉદ્યમ અને ઉદ્યમથી થયેલાં કામ વિષે ગરબીઓ છે. બીજા ભાગમાં કેળવણી, કેળવણીના ફાયદા, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા વિષે તથા સારી શીખ સુણવા વિષે ગરબીઓ છે. ત્રીજા ભાગમાં સુધરવા વિષે, સદ્ગણ સજવા વિષે, સુનીતિ વધારવા વિષે, સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org