________________
શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ વિષે, પરપુરુષ વિષે, અને વ્યભિચાર વિષે ગરબીઓ છે. અને ચોથા ભાગમાં “સદગુણી સજજની, અને સદબેધશતક છે. મુખપૃષ્ટ ઉપર તેમણે મૂકેલી ભુજંગી છંદની કડીમાં સ્ત્રીકેળવણીની આવશ્યકતા વિષે તેમનું દૃષ્ટિબિંદુ સમજાઈ જાય છે. -
“ થવા દેશ આબાદ સૌ હોંસ ધારે, ભણાવી ગણાવી વનિતા સુધારે; થતી આર્યભૂમિ વિષે જેહ હાનિ,
કરે દૂર તેને તમે હિત માની. ” પાછળના બે ભાગ લખાયા જણાતા નથી. સ્ત્રીનીતિબોધીને અંતે જાહેરખબરમાં લખ્યું છે કે, “ “કાવ્યમાળાએ નામનું એક સુનીતિબોધક પુસ્તક મેં રચીને તૈયાર કરેલું છે. ” તે પણ પ્રસિદ્ધ થયું છે કે નહિ તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ ઉપલબ્ધ નથી. નીતિ સંબંધી તેમનો ખ્યાલ ઘણો ઊંડો હતો, અને તેને તે સર્વ આધ્યાત્મિકતાનું મૂળ માનતા. તે લખે છેઃ “મુમુક્ષુ જીવે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહિ તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. અને તે જ જીવને પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહામ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.”
“પુષ્પમાળા” એ પણ તેમનું ૧૬ વર્ષની ઉંમર પહેલાંનું લખાણ ગણાય છે. તે “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં ૧ અંક હેઠળ પ્રસિદ્ધ થયેલું છે. તેમાં સૂત્રાત્મક વાકયોની શૈલીથી, તથા માળની પેઠે નિત્ય આવર્તન કરી શકાય એ હેતુથી ૧૦૮ બોલ લખ્યા છે. શરૂઆતમાં,
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org