________________
કેટલાક પરિચયા અને પ્રસગે
અન્યું હતું. તે પ્રસગે થયેલાં વ્યાખ્યાનાની એક ભાઈ એ લીધેલી નોંધ • શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં વ્યાખ્યાનસાર ' નામથી પ્રસિદ્ થયેલી છે.
2.
શ્રાવણ માસની શરૂઆતમાં શ્રી રાજચંદ્ર પેટલાદ થઈ કાવિદ્યા ગયા, અને ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી. અંબાલાલ તેમની સાથે હતા. શ્રી લલ્લુજી વગેરેનું ચામાસુ વસેામાં હતું અને શ્રી દેવકરણુજી આદિનું ખેડામાં હતું. તેથી શ્રીમદ્ રાજચંદ્ર કાવિદ્યાથી નિડયાદ થઈ તે વસેા પણ ગયા હતા. શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય ક્યાં ય એ ચાર કે છ દિવસથી વધુ સમાગમના પ્રસંગ બન્યા નહાતા એટલે આ વખતે તેમણે શ્રી રાજચંદ્રને એકાદ માસ ત્યાં રહેવા વિનંતિ કરી. શ્રી રાજચંદ્ર તે પ્રમાણે ત્યાં રહ્યા હતા. દિવસે ગામના લેાકાની ભીડ રહેતી એટલે મુનિઓને મળવાનુ પોતે બહાર ફરવા જાય ત્યારે રાખ્યું હતું.
તે પ્રમાણે એક દિવસ વનમાં વાવ પાસે શ્રી રાજચંદ્ર મુનિએ સાથે વાતચીત કરતા બેઠા હતા. તે વખતે તેમણે મુનિએના—— સવારમાં ચા, બપારે ભિક્ષા અને છીંકણી, પછી શયન વગેરે— કાર્યક્રમથી ખિન્ન થઈ શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું કે, ખીન્ન મુનિઓનેા પ્રમાદ છેડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય અને ધ્યાન કરવામાં તમારે કાળ વ્યતીત કરાવવેા; તમારે સર્વેએ દિવસમાં એક વખત આહાર કરવા; તથા ચા અને છીંકણી વિનાકારણે હુંમેશાં લાવવાં નહિ. ( અને) તમારે સંસ્કૃતના અભ્યાસ કરવા.
cr
મુનિ મેાહનલાલએ કહ્યુ, “ મહારાજશ્રી તથા દેવકરણની અવસ્થા થઈ છે. એમને ભણવાના જોગ ચાંથી બને ? ’
શ્રી રાજદ્દે ઉત્તરમાં કહ્યું, “યેાગ બની આવ્યેથી અભ્યાસ કરવા અને તે થઈ શકે છે. કેમકે વિકટારિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે.
""
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org