________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
શ્રી રાજચંદ્ર નડિયાદમાં સં. ૧૯૫રની દિવાળી પછી પણ થોડો વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી અને સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા. તે જ વિશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા. આ અરસામાં જ શ્રી સોભાગ્યભાઈનો દેહ છૂટો હતો.
શ્રી લલ્લુજી વગેરે સાધુઓને શ્રીમદ્ પ્રત્યે અનુરાગ જોઈ ખંભાત સંધાડાના સાધુશ્રાવકેમાં ધીમે ધીમે ચર્ચા થવા લાગી. શ્રી લલ્લુજીને દીક્ષા આપનાર શ્રી હરખચંદજીનો દેહ છૂટી ગયો હતો. તેથી બીજા સાધુઓને ચિંતા થઈ કે જે આ મુનિઓને દબાવીશું નહિ તો તેઓ જુદો વાડો બાંધશે. આથી તેમણે વિવિધ પ્રકારે તેમને કનડગત કરવા માંડી તથા તેમના ઉપર દબાણ આવા પ્રયત્ન કરવા માંડ્યો. તે પ્રસંગે શ્રી રાજચંદ્ર એ મુનિઓને એ વિરોધમાં થઈને પોતાને માર્ગ કાઢવા જે સલાહ આપી તે નીચે પ્રમાણે છેઃ
સત્સમાગમનો પ્રતિબંધ કરવા (તે) જણાવે છે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ (તમે) જણાવી, તો તે યોગ્ય છે. તે પ્રમાણે વર્તશે. સત્સમાગમને પ્રતિબંધ કરવો યોગ્ય નથી. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્ર વિચરવું યોગ્ય છે. કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય. . . . અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે. અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટા ચાલે છે. અભિન્નતા છે, એકતા છે, એમાં સમજફેરથી ભિન્નતા માને છે–એમ તે છેને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખવૃત્તિ થવા ગ્ય છે. જ્યાં સુધી અન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે.”
સંવત ૧૯૫૪માં શ્રી રાજચંદ્રને મોરબીમાં ત્રણ માસ રહેવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org