________________
થી રાજચંદ્રની જીવનયાત્રા " . પછી મેહનલાલજીએ પૂછયું, “મન સ્થિર રહેતું નથી તેને છે ઉપાય?”
શ્રી રાજચંદ્ર જણાવ્યું, “એક પળ પણ નકામે કાળ કાઢ નહિ. કઈ સારું પુસ્તક, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું, વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તો ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખોરાક આપો. જેમ ઢેરને કંઈને કંઈ ખાવાનું જોઈએ જ-ખાણનો ટોપલો આગળ મૂકયો હોય તો તે ખાયા કરે–તેમ મનનું પણ છે. બીજા વિકલ્પ બંધ કરવા હોય તો તેને સદવિચારરૂપ બારાક આપો. મને કહે તેથી ઊલટું વર્તવું. તેને વશ થઈ તણાઈ જવું નહિ.”
એક માસ પૂર્ણ થયા એટલે શ્રી રાજચંદ્ર મુનિઓને છેવટનો ઉપદેશ આ પ્રમાણે આપ્યોઃ “હે મુનિઓ અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરે છે. પણ જ્ઞાની પુરુષ નહિ હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચ પાંચસો ગાઉ ભટકવા છતાં : જ્ઞાનીને સમાગમ નહિ મળે.”
શ્રી લલ્લુજીને શ્રી રાજચંદ્ર જણાવ્યું, જે કાઈ મુમુક્ષુ ભાઈબહેને તમારી પાસે આત્માર્થ-સાધન માગે તેને આ પ્રમાણે સાધન બતાવવાંઃ
(૧) સાત વ્યસનના ત્યાગને નિયમ. (૨) લીલોતરીનો ત્યાગ. (૩) કંદમૂળને ત્યાગ. (૪) અભક્ષ્ય પદાર્થોને ત્યાગ. (૫) રાત્રિભજનનો ત્યાગ. (૬) પાંચ માળા ફેરવવાને નિયમ (૭) સ્મરણ. (૮) ક્ષમાપનાને પાઠ અને વીસ દેહરાનું નિત્ય પઠનમનન. (૯) સત્સમાગમ અને સશાસ્ત્રનું સેવન.
વસોમાં મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રી રાજચંદ્રની સેવામાં રહેતા હતા. તેમની મારફતે નડિયાદની આસપાસ કોઈ એકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org