________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માણસે સમાજમાં રહીને પિતાને વિકાસ સાધવાને છે એ નિયમ શ્રીમદે બરાબર જીવી બતાવ્યો હતો. તેઓશ્રી ગૃહસ્થાશ્રમ ધર્મપૂર્વક બરાબર પાળવા મથ્યા હતા. પણ એટલું જ માત્ર માનવ્યના વિકાસને માટે પૂરતું નથી. માણસે તે દરેકને સરખી રીતે સુપ્રાય અને તેથી અનિષ્ટ હરીફાઈને કદી નહિ જન્માવનાર એવું જે લક્ષ્ય કે આદર્શ હેય તે સાચું માનવું જોઈએ, ને તેને પહોંચવું એ પોતાનું કામ ગણવું જોઈએ. અને તે લક્ષ્ય તે આત્મજ્ઞાન છે, જે માનવ્યના પૂર્ણ વિકાસની છેવટની હદ છે. આ જે ધ્યાનમાં રાખીએ ને એ અનુસાર આપણે સમગ્ર વ્યવહાર ગોઠવીએ તો જ સામાજિક તેમ જ વૈયક્તિક જીવનમાં સમતોલપણું, પ્રમાણબદ્ધતા, ને યોગ્ય આંકણુ તથા સુખમેળ સચવાઈ શકે. સમાજસિદ્ધિ ઉપરાંત કાંઈ જ નથી, એ જ આપણી ઇતિકર્તવ્યતા છે, એથી આગળનું બધું ધૂર્ત લોકે રચેલું જાળું છે કે તરંગમાત્ર છે, એવી જાતની નાસ્તિકતાના જમાનામાં શ્રીમદ્ રાજચંદ્રના જીવનને આ બોધ આપણે પ્રયત્નપૂર્વક સંઘરવા જેવો છે.
ધર્મ અને ધાર્મિક પુરુષોનાં જીવન પ્રત્યે આજ એક પ્રકારની જે ઉદાસીનતા જોવામાં આવે છે એ કાંઈક સકારણ છે, પણ તે સજ્ઞાન અને સમજપૂર્વક છે એમ નથી લાગતું. આપણા દરેકમાં રહેલી જડતાને કારણે કાળાંતરે ધર્મનું જીવંત સ્વરૂપ આવરણથી ઢંકાઈ જાય છે; ક્રિયાકાંડ અને વહેમી માન્યતાઓમાં તે આવીને અટકી જાય છે. એ અજ્ઞાન ઉપર જીવનારા લોકો પણ ઊભા થાય છે. પણ એ બધું ધર્મ નથી. આત્મા ઊડી ગયા પછી દેહને જે માણસ કહે તે આવા ક્રિયાકાંડ અને વહેમને તમે ધર્મ કહી શકે. શ્રીમદ્ રાજચંદ્ર એવા પ્રકારના ધર્મને વરેલા નહોતા કે નહેતા તે કોઈ સાંપ્રદાયિક દૃષ્ટિવાળા. સાચો ધર્મ જીવવાની જેને તમન્ના છે તે કદી પણ એવું ન જ કરી શકે, એ ધર્મામાઓને જીવનનો પ્રધાન સૂર છે. આપણે જોયું કે શ્રીમદ્ નાનપણથી બે સંપ્રદાયના
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org