________________
શ્રીમદ રાજચંદ્રને જીવનધ વાતાવરણમાં ઊર્યા ને બેઉનાં શુભ સંધરી આગળ ચાલ્યા. એમનાં લખાણમાં ક્યાંય સાંપ્રદાયિક આગ્રહ કે અનુદારતા તમને જોવાની નહિ મળે. વીસ વર્ષની વયે એમણે એક પત્રમાં લખેલું તે એમના આખા જીવનમાં રહેલી ધર્મવૃત્તિનું દ્યોતક છે:
આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજે; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષશેક કરવો યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસંમત ધર્મ છે, અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે. હું કાઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશો નહિ.” ધર્મ એ માત્ર માન્યતાનો કે જાહેરાતને કે કઈ લેબલ પ્રાપ્તિનો વિષય નથી, પણ જીવનમાં જીવી બતાવવાનો, આચારને, અનુસરણનો વિષય છે; અને એ ધર્મ સર્વસંમત છે,–ત્યાં જૈન, વૈષ્ણવ, હિંદુ, મુસલમાન કે એવું એકે લેબલ નથી લાગેલું. આ સાચા ધર્મને મંત્ર શ્રીમના જીવનમાં ધ્વનિત થાય છે. ધર્મપાલન એ કઈ ગચ્છમાં હોવાપણું નથી, એ પોતાના આત્માથી ઊગતી વસ્તુ છે. આજના જીવનમાં આ વસ્તુ ભુલાઈ જવાથી આપણે કેવી કેવી વિચિત્રતાઓ આપણા સમાજજીવનમાં જોઈએ છીએ. શ્રીમન્ના જીવનનો આ એક બીજો બંધ આપણે યાદ રાખવા જેવો છે. સાચા ધર્મજીવન તરફ વળીએ તે વાડાબંધી ન જ રહે. પ્રેમ, દયા, ક્ષમા, શાંતિ જેવી દેવી સંપદ જ આપણને અનુશીલનોગ્ય લાગે. શ્રીમને એ નાનપણથી સ્વાભાવિક હતી. એક જગાએ તે કહે છે :
પ્રીતિ–સરળ વાત્સલ્ય મારામાં બહુ હતું. સર્વથી એકત્વ ઈચ્છતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કઈ પણ પ્રકારથી જુદાઈને અંકુરે જોતો કે મારું અંતઃકરણ રડી પડતું.”
૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org