________________
શ્રીમદ રાજચંદ્રને જીવનાધા એક ધર્મપુરુષ હતા–જે પિતે માનતા ને સલ્લાના શુદ્ધ બેધ તરીકે સમજતા, તેને જીવનમાં ઉતારવા મથતા. અને આ મથામણે એમના જીવનમાં કેવી ઘમસાણ મચાવી મૂકી હશે એ તે તેમના ટૂંકા આયુ પરથી અનુમાની શકાય. એમ જ લાગે છે કે જાણે અસત્ય સામે ઝૂઝતાં તેમણે શરીરને સાવ ઘસી નાખ્યું; એમની ચિત્તશક્તિ અને જિજ્ઞાસા તો દિનપ્રતિદિન સતેજ થતાં જતાં હતાં, પણ શરીર તેની સાથે ન ટકી શક્યું–તેમની કેડે ઘસડાવામાં તે વચ્ચે ભાંગી પડયું.
છતાં જેટલું તેમણે સાધ્યું તે કાંઈ ઓછું બોધપ્રદ છે? જીવન સતત પુરુષાર્થમાં સમાયેલું છે, અને તેની પરિસમાપ્તિ માત્ર સમાજની ઐહિક પ્રાપ્તિથી નથી થતી, પણ તેનાથી પર રહેલી એવી આત્મસિદ્ધિથી થાય છે, એ એમના જીવનને મેટામાં મોટે બેધ હું માનું છું. આજના સંઘસત્તાના ને સમૂહબળના યુગમાં સામાજિક સિદ્ધિઓ પર આપણે સહેજે વધારે ભાર મૂકીએ છીએ અને તે યુગાનુકૂળ છે. પણ એ ભાર જે આખા જીવનની વ્યાપ્તિમાં ચોગ્ય પ્રમાણમાં નહિ હોય તો તે વિકૃતિ જ કરશે એ આપણે જોતા જઈએ છીએ. ધન, કીર્તિ, સુખ, સંગઠન ઇત્યાદિની સમાજસિદ્ધિઓ એવી પરિમિત વસ્તુઓ છે કે એમને જે જીવનમાં અંતિમ સાવ્યો મનાય ને એ અનુસાર વર્તાય તો પરસ્પર ઝઘડા, ઈર્ષા, મદમત્સર વગેરે જાગવાનાં ને જામવાનાં જ, કોઈ પણ રીતે જીવનના મૂળ સિદ્ધાંત સહકારને નહિ સાચવી શકવાના, અનિષ્ટ હરીફાઈ જાગ્યા વિના નહિ રહેવાની. પરિમિત વસ્તુ માટે અપરિમિત આકાંક્ષા રાખનારા અનેક જણ હોય ત્યાં બીજું શું થાય? એટલે આ સમાજસિદ્ધિઓ એ જ ને એટલી જ માનવસિદ્ધિઓ છે ને તેની પાર કાંઈ નથી એવી જ માન્યતા આજે વ્યાપતી જાય છે એ ખોટી છે, એમ શ્રીમના જીવનને પ્રમુખ બોધ આજ યાદ કરવા જેવો છે.
૧પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org