________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
જણાય છે તે આ કાળે શમેલાં દેખાય છે. હવે પછી કવિશ્રી તેમના ઉત્તમ ભજનમાં ગાયેલા નિગ્રંથપદને પામવા તરફ વળે છે. ભૂલેલો મુસાફર રસ્તો ગોતતો હોય ને પછી સાચે સરળ સીધે રસ્તા તેને લાભી જાય એટલે એ સ્થિર પગે તે પર વહ્યો જાય, એની જેમ હવે શ્રીમદ્ અધ્યાત્મમાર્ગે વહ્યા જાય છે. તેમાં ૩૧મે વર્ષે પાછો તેમને નો તબક્કો સર કરવાનું સૂઝે છે. તેમની ટૂંકી વનસમીક્ષા કરતાં એક લેખક આ વિષે કહે છે:
“વ્યાપાર કર્યાને દશ વર્ષ થયાં. પછી તેમને લાગ્યું, કે જે હેતુથી વ્યાપારધંધામાં પ્રયાણ કર્યું હતું તે હેતુ પોતે પૂર્ણ કર્યો હતો, તેથી વ્યાપારની સાથે પિતાને સંબંધ નિવૃત્તવાની ઈચ્છા તેઓએ જણાવી. જ્ઞાન, ધનસંપત્તિ, સાંસારિક પદવી, કૌટુંબિક સુખ પ્રાપ્ત કરી, સંસારનો ત્યાગ કરી, સાધુમુનિનું જીવન ગાળવાની તેઓએ તૈયારી કરી.” (કારણ કે, તેઓને હયાત માતાપિતા, એક પરિણીત બંધુ, ચાર પરિણત બહેને, બે પુત્ર, બે પુત્રી હતાં.)
ધર્માનુસાર યોગ્ય ગાઈશ્ચના સુવિપાકરૂપ વાનપ્રસ્થ ને સંન્યાસ તેમને યોગ્ય કાળે સાંપડ્યાં હતાં, અને સહજભાવે તેમણે તે ગ્રહણ કરવાનું મન કર્યું. પણ યોગ એ, કે પછી ૩રમા વર્ષમાં તે માંદા પડ્યા ને એ માંદગી જીવલેણ નીવડી. અનેક ઉપાય ને બિરદાશચાકરી છતાં તેમને સારું ન જ થયું. અને તેમણે સં. ૧૯૫૭ના ચિત્ર વદિ પાંચમને દિવસ દેહ છોડ્યો,–તેત્રીસ જ વર્ષનું ટૂંક આયુ ભોગવી તે સ્વધામ પધાર્યા.
આ પ્રમાણે આ ધર્મપુરુષના જીવનની ટૂંક કથા હું કાંઈક લંબાણથી આપને કહી ગયો. જ્યારે મેં એમને ગ્રંથ વાંચ્યો ત્યારે એ કથાની મારા પર એ જ છાપ પડી હતી કે શ્રીમદ્ સાચા અર્થમાં
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org