________________
૩૦ : ગાંધીજી ઉપરના પત્રો વચને આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મેક્ષ પરત્વે કહેવાય; અને ઘણું કરી તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણે પણ શાસ્ત્રાદિથી જાણી શકાય.
૨૦. પ્રશ્ન-“બુદ્ધદેવ પણ મેક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો?”
ઉત્તર–તેના શાસ્ત્રસિદ્ધાતેના આશ્રયે. જે પ્રમાણે તેમના શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જે તેમનો અભિપ્રાય હોય, તો તે અભિપ્રાય પૂર્વાપરવિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જ્યાં ન હોય, ત્યાં સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય, ત્યાં સંસારને સંભવ છે; એટલે કેવળ મક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાસ્ત્રામાં જે અભિપ્રાય છે, તે સિવાય બીજે તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવું અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે, બુદ્ધદેવનો અભિપ્રાય બીજે હતો, તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કંઈ નથી.
૨૧. પ્રશ્ન–“દુનિયાની છેવટ શી સ્થિતિ થશે?”
ઉત્તર–કેવળ મોક્ષરૂપે સર્વ જીવોની સ્થિતિ થાય, કે કેવળ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય; તે એક ક્ષેત્રે વધે, તો બીજા ક્ષેત્રે ઘટે; એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. તે પરથી અને ઘણું જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય, કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એ અર્થ નથી.
૩૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org