________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
છે.” એક વખત મેતીલાલનાં પત્ની દર્શન કરવા આવ્યાં હતાં તેમને પણ તેમણે જણાવ્યું હતું: “પ્રમાદથી જાગૃત થાઓ. કેમ પુરુષાર્થ રહિત આમ મંદપણે વર્તે છે? આ જોગ મળવો મહા વિકટ છે. મહા પુણ્ય કરી આ જેગ મળ્યો છે. તે વ્યર્થ કાં ગુમાવો છો? જાગૃત થાઓ !” - શ્રી રાજચંદ્ર ફરવા જતા ત્યારે ચિંતનમાં કે ધ્યાનમાં લીન રહેતા. તેમને શરીરનું પણ ભાન રહેતું નહિ. એક વખત નવા જોડા પહેરેલા તે ડંખીડંખીને ચામડી નીકળી ગયેલી, પણ તેની તેમને ખબર નહિ પડેલી. - શ્રી દેવકરણજી આદિ મુનિએ આ વખતે ખેડામાં હતા. તેમને તેવીસ દિવસ શ્રી રાજચંદ્રનો સમાગમ રહ્યો હતો. તે શ્રી લલ્લુજી ઉપરના એક પત્રમાં લખે છેઃ “(શ્રી રાજચંદ્રના) સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે, “શરીર કુશ કરી, માંહેનું તત્ત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષયકપાયરૂપી રને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ટૂંકી મૂકી શાંત થાઓ, છૂટી જાઓ, સમાઈ જાઓ–વહેલા વહેલા તાકીદ કરો.” આ સમાગમ દરમ્યાન દેવકરણની શ્રી રાજચંદ્ર ઉપરની આસ્થા પૂર્ણ થઈ. તેમણે ઉપલા જ પત્રમાં લખ્યું છે: “ આપે કહ્યું તેમ જ થયું. ફળ પાકયું, રસ ચાખ્યો, શાંત થયા. . . . એવી વૃત્તિ ચાલે છે કે જાણે સપુરુષના ચરણમાં મેક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુ દેવે (શ્રી રાજચંદ્ર) પૂર્ણ કૃપા કરી છે. . . . એક આહારને વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સશુરુસેવામાં કાળ વ્યતીત થાય છે. . . . તેનું તે જ વાક્ય તે મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે.”
ચોમાસું ઊતરતાં બધા મુનિઓ વસા અને ખેડાથી નડિયાદ આવ્યા અને થાક કાળ શ્રી રાજચંદ્રના સમાગમમાં નડિયાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org