________________
રાયચંદભાઈનાં કેટલાંક સમરણે આપણને અનેક યુનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મેક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્દ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થડે પુરુષાર્થ નથી. એમ છતાં મારે કહેવું જોઈએ કે શ્રીમદ્, જે અપૂર્વ પદનું તેમણે પોતે સુંદર વર્ણન કર્યું છે, તે પામી નહોતા શક્યા. તેમણે જ કહ્યું છે કે તેમના પ્રવાસમાં તેમને સહરાનું રણ વચમાં આવ્યું તે ઓળંગવું બાકી રહી ગયું. પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કપાયે મેળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહને મોહ છોડી આત્માર્થી બને.
આટલા ઉપરથી વાંચનાર જશે કે શ્રીમન્નાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે એ મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખે. લખનારનો હેતુ વાંચનારને પિતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આભલેશ ટાળો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદનાં લખાણમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ છે કે અન્યધર્મી.
અને આવા અધિકારીને તેમનાં થોડાં સમરણોની મેં કરેલી યાદી ઉપયોગી થઈ પડશે, એ આશાએ તે સ્મરણાને આ પ્રસ્તાવનામાં સ્થાન આપું છું. *
પછી પ્રકાશકમંડળમાં પડેલા મતભેદને કારણે આ પ્રકરણે “શ્રી મદ્રાજચંદ્ર” ગ્રંથની પ્રસ્તાવના તરીકે પ્રસિદ્ધ થઈ શકયાં નહિ એ વસ્તુનો ઉલ્લેખ નિવેદનમાં કર્યો છે.
---સચાહક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org