________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
આગળ બહુ વધવાની મારી ઇચ્છા નથી થતી. તેથી છેલ્લું પ્રકરણ જે અધૂરું રહ્યું તે પૂરું કરી તેમાં કેટલીક વસ્તુનો સમાવેશ કરી દેવા ઇચ્છું છું.
એ પ્રકરણમાં એક વિષયને વિચાર નથી થયું. તે વાંચનારની પાસે રજૂ કરે ઈષ્ટ ગણું છું. કેટલાક એમ કહે છે કે શ્રીમદ્ પચીસમા તીર્થંકર થઈ ગયા. કેટલાક એમ માને છે કે તેમણે મેક્ષ મેળવી લીધો. આ બન્ને માન્યતા અયોગ્ય છે એમ મને લાગે છે. એ માન્યતા ધરાવનારા શ્રીમને ઓળખતા નથી અથવા તીર્થંકરની અથવા મુક્ત પુરુષની વ્યાખ્યા બીજી કરે છે. આપણા પ્રિયતમને સારુ પણ આપણે સત્યને હળવું કે સસ્તુ ન કરીએ. મેક્ષ અમૂલ્ય વસ્તુ છે. મેક્ષ આત્માની અંતિમ સ્થિતિ છે. મોક્ષ એવી મોંઘી વસ્તુ છે કે તે મેળવતાં જેટલો પ્રયત્ન સમુદતીરે બેસી એક સળી લઈ તેની ઉપર એક એક બિંદુ ચડાવી સમુદ્ર ઉલેચનારને કરવો પડે અને ધીરજ રાખવી પડે તેના કરતાંયે વિશેની આવશ્યકતા છે. એ મોક્ષનું સંપૂર્ણ વર્ણન અસંભવિત છે. તીર્થકરને મોક્ષ પૂર્વેની વિભૂતિઓ સહજપ્રાપ્ત હોય. આ દેહે મુક્ત પુરુષને રોગાદિ હોય નહિ. નિર્વિકારી શરીરમાં રોગ સંભવતો નથી. રાગ વિના રોગ હોય નહિ.
જ્યાં વિકાર ત્યાં રાગ રહેલ જ હોય, જ્યાં રાગ ત્યાં મોક્ષ સંભવે નહિ. મુક્ત પુરુષને જોઈતી વીતરાગતા, કે તાર્થ કરની વિભૂતિઓ શ્રીમન્ને પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમની વીતરાગતા અને વિભૂતિઓ ઘણું વધારે હતી, તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વીતરાગ અને વિભૂતિમાન કહીએ. પણ મુક્ત પુરુષને સારુ કપાયેલી વીતરાગતાને અને તીર્થકરની વિભૂતિઓને શ્રીમદ્ રહેતા પહોંચી શકાય એવો મારે દઢ અભિપ્રાય છે. આ કંઈ એક મહાન કે પૂજ્ય વ્યક્તિને દોષ બતાવવાને સારુ નથી લખતો. પણ તેમને અને સત્યને ન્યાય મળવા ખાતર લખું છું. આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org