________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
જેનાં પવિત્ર સ્મરણે લખવાનો હું આરંભ કરું છું તે સ્વ. શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિને આ દિવસ છે. એટલે કાર્તિકી પૂણિમા (સંવત ૧૯૭૯). મારો પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર લખવાનો નથી. એ કાર્ય મારી શક્તિની બહાર છે. મારી પાસે સામગ્રી નથી. જીવનચરિત્ર લખવું હોય તો હું તેમની જન્મભૂમિ વિવાણિયા બંદરમાં કેટલોક વખત ગાળું, તેમનું રહેવાનું મકાન તપાસું, તેમનાં રમવાભમવાનાં સ્થાનો જોઉં, તેમનાં બાળમિત્રોને મળું, તેમની નિશાળમાં જઈ આવું, તેમના મિત્રો, અનુયાયીઓ, સગાંસંબંધીઓને મળું, તેમની પાસે જાણવાનું જાણું લઉં ને પછી જ લખવાને આરંભ કરું. આમાંની કઈ વસ્તુને મને પરિચય નથી.
પણ સ્મરણે લખવાની પણ મારી શક્તિ અથવા યોગ્યતા વિષે મને શંકા ઉત્પન્ન થઈ છે. અવકાશ હોય તો તેમનાં સ્મરણે લખું એવો ઉદ્ગાર મેં એકથી વધારે વખત કાઢેલો મને યાદ છે. તેમના એક શિષ્ય કે જેમને સારુ મારા મનમાં ઘણું માન છે, તેમણે તે સાંભળેલું અને આ આરંભ મુખ્યત્વે તેમને સંતોષવાને ખાતર છે. શ્રીમદ્ રાજચંદ્ર જેમને હું રાયચંદભાઈ અથવા કવિ એવા નામથી પ્રેમ અને માનપૂર્વક બોલાવતા, તેમનાં સ્મરણો લખી તેમનું રહસ્ય મુમુક્ષુ પાસે મૂકવું એ મને ગમે. હવે તો મારો પ્રયાસ કેવળ મિત્રને સંતોષવા પૂરતો છે. તેમનાં મરણાને હું ન્યાય આપી શકું તેને સારુ મને જૈનમાર્ગનો સારે પરિચય હે જોઈએ. મારે કબૂલ કરવું જોઈએ કે તે નથી. તેથી મારું દૃષ્ટિબિંદુ હું અત્યંત સંકુચિત રાખવાનો છું. જે જે મરણોની મારા જીવન ઉપર છાપ પડી છે તેની નેંધ અને તેમાંથી જે શિક્ષણ મને મળ્યું છે તે જ આપી હું સંતોષ માનીશ. કદાચ જે લાભ મને મળ્યો તે અથવા તે તે રમણથી વાંચનાર મુમુક્ષુને પણ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org