________________
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે મુમુક્ષુ” શબ્દ મેં ઇરાદાપૂર્વક વાપર્યો છે. બધી જાતના વાંચનારને સારુ આ પ્રયાસ નથી. | મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે. ટૉલ્સ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ ટોલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી; રસિકનની તેના એક જ પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ'થી,જેનું ગુજરાતી નામ “સર્વોદય’ મેં રાખ્યું છે; અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજજનોના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જોકે મારે તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલે તો પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું સમજી શકો. જ્યાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા જન્મનો ધર્મ મારે ન જ તજેવો જોઈએ. તેથી મેં હિંદુ અને બીજાં ધર્મ પુસ્તક વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તક વાંચ્યાં. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી શંકાઓ મૂકી, તેમ જ હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યું. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવે. આ સ્થિતિને સારુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org