________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેને ખ્યાલ વાંચનારને કંઈક આવશે.
એમ છતાં મેં એમને ધર્મગુરુ નથી માન્યા. ધર્મગુરુની તે શોધ જ કર્યા કરું છું, અને હજુ સુધી મને બધાને વિષે જવાબ
આ નહિ” એમ જ મળે છે. એવા સંપૂર્ણ ગુરુ મળવાને સારુ અધિકાર જોઈએ, તે ક્યાંથી કાટું.
રાયચંદભાઈની સાથે મારી ઓળખાણ સન ૧૮૯૧ના જુલાઈ માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યો તે જ દિવસે થઈ એ દિવસોમાં દરિયામાં તોફાન હોય છે. તેથી આગબેટ મોડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારે ઉતારે દાક્તર– બેરિસ્ટર–અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી--પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતાં. રાયચંદભાઈ તેમના વડીલ ભાઈના જમાઈ થાય. દાક્તરે જ પરિચય કરાવેલો. તેમના બીજા વિડીલ ભાઈ ઝવેરી રેવાશંકર જગજીવનદાસની ઓળખ પણ તે જ દિવસે થઈ દાક્તરે રાયચંદભાઈને “કવિ” કહી એાળખાવ્યા, અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.' કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દ તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. અને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તો જુવાનિયો, વિલાયતથી આવેલો, મારી ભાષાજ્ઞાનનો પણ ડાળ; મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતો. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાલ્યા–કેમ કે મને ક્રમ ક્યાં યાદ રહેવાને હતો? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org