SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચ'દ્રનાં વિચારરત્નો ૭. એ [ આત્માવિષયક ] વિચારાથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારાના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારાના મનનથી અનત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દૃષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારા પાત્રાની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયેા છે. એ વસ્તુના અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન તથા અપાત્ર અને લેાકથી ભ્રષ્ટ થાય છે; એટલા માટે અમુક સ ંતાને અપવાદ રૂપ માની, આકીનાઓને તે ક્રમમાં આવવા, તે ચુકાનું દર્શન કરવા, ધણા વખત સુધી અભ્યાસની જરૂર છે. ( ૨૨ ) ૮. જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીત્યાગ કરવામાં આવે નહીં, ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે. ત્યાં સુધી આત્મામાં છળકપટ હાવાથી ધર્મ પરિણમતા નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણ્ણા ન હાય, ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહિ. (૩૩) ૯. જો કે, હમણાં જ તમે। સર્વને માર્ગે ચડાવીએ, પણ ભાજન ( પાત્ર )ના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહિ તે। જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણુને નાશ થાય, તેમ થાય. (૩૩) Jain Education International ૨૫૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy