________________
શ્રી રાજાની જીવનયાત્રા
"
સરળ વાટ મળ્યા છતાં, ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતા નથી, આથી ખેદ રહ્યા કરે છે, અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે; જો કે વૈરાગ્ય તે એવા રહે છે, કે ઘર અને વનમાં ઘણું કંરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયાગ રાખવાની વારંવાર જરૂર રહે છે. વારંવાર એ જ ર૮ના રહેવાથી વનમાં જઈ એ,’ વનમાં જઈ એ ' એમ થઈ આવે છે. ગામાં•ગનાની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સાંભળી આવે છે. અને એવું ઉન્મત્તપણુ પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સ’ગથી જન્મતી વૃદ્ધિ થઈ હતી; અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે. અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે, તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. અધિક શુ કહીએ ? શ્વિરની ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા વિના છૂટકા નથી. નહીં તે। આવી ઉપાધિયુક્ત સ્થિતિમાં ન રહીએ અને ધાર્યું કરીએ.”
·
(6
•
અને ધીમે ધીમે તે વ્યવહારા અને ઉપાધિએના ભાડા પણુ એ। થતા જાય છે. અને શ્રીમદ રાજચંદ્ર આ વર્ષે ( સં. ૧૯૫૬ ) દરમ્યાન સ્ત્રી અને લક્ષ્મીને ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે છે. આ વર્ષ દરમ્યાન સંપૂર્ણ સન્યાસ લેવા માટે તેમની સર્વ પ્રકારની ખાદ્ય તેમ જ આંતર તૈયારી થઈ ચૂકી છે. પણ અચાનક તેમનુ શરીર તે અરસામાં જ ભાગી પડવા લાગે છે. એટલે મુનિ દેવકરણુજી જ્યારે શ્રીમદ્ રાજચંદ્રનાં માતુશ્રીને સંપૂર્ણ સંન્યાસ લેવાની રજા શ્રી રાજચંદ્રને આપવાની વિનંતિ કરે છે, ત્યારે તેમનાં માતુશ્રી વચમાં માત્ર એટલી મહેતલ માગે છે કે આ બીમારીમાંથી તે સાન્ન થાય એટલે તેમને રજા આપું. પરંતુ દુર્ભાગ્યે તે ભાગેલું શરીર પાક્કું સારું થઈ
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org