________________
વાનપ્રશ્ય
તે લખે છે : ચિત્તને વિષે. જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણે વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું એવી નિશ્ચયદશા માગશર સુદ ૬ થી એકધારાએ વર્તી આવી છે. . . . અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસેલો એ આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે.”
છતાં જ્યાં સુધી લોકોમાં બુદ્ધિભેદ ઉત્પન્ન થાય તેવી બાહ્ય ઉપાધિ પિતાને છે, ત્યાં સુધી લોકેામાં ધર્મોપદેશક તરીકે બહાર ન પડવું એવો તેમનો નિશ્ચય હવે દૃઢ થઈ ગયો છે. તે લખે છેઃ
દઢ વિશ્વાસથી માનજો કે આને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તે માટે કાંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત (૧૯૪૮). . . . લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય—વ્યવહાર–નો ઉદય છે. તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે માર્ગને વિરોધ કરવા જેવું છે.”
સંપ્રાપ્ત વ્યવહારોને નિષ્કામતાથી અદા કરવાની શુભ નિશાના સુફળરૂપ બત્રીસમા વર્ષ સુધીમાં તે તેમની નિર્વિકલ્પ દશા ઘણું વધી જાય છે. તે લખે છે : “એક આત્મપરિણતિ સિવાયના બીજા વિષે વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. . . . ખાવાને વિષે, પીવાને વિષે, બેલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજા વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાનું નથી. . . . અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org