________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કેઈ જાતનાં આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. . . . દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે, એમ નથી.” (૧૯૪૯)
લભહેતુથી (કે) વિષયાદિની ઇચ્છાએ (વેપાર વગેરેની) પ્રવૃત્તિ થાય છે એમ પણ જણાતું નથી. તથાપિ પ્રવૃત્તિ થાય છે એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.” (૧૯૫૧)
“બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને તેવું છે. બે ત્રણ ઉદયવ્યવહાર એવા છે કે જે ભગવ્યે જ નિવૃત્ત થાય એવા છે અને કરે પણ તે વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પ કાળમાં વેદી શકાય નહીં એવા છે; અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભળ્યા કરીએ છીએ.” (૧૯૪૯) છવ્વીસમા વર્ષમાં તેમનાં વચનો વધુ સ્પષ્ટ થતાં જાય છે?
ઉપાધિન જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિને જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટીને ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. . . . છતાં (મારી) વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણને અત્યંત યોગ્ય છે. (૧૯૪૯). . . જે ભગવત કૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિયોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય. . . . હૃદયમાં પ્રભુનું નામ રાખી માંડ કાંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ
છીએ ,
અને આટલી સમતાથી બધી ઉપાધિઓને નિર્વાહ નિષ્કામપણે ઈશ્વરાપિતભા કરનારને તેનો બદલો પણ મળ્યા વગર નથી રહેતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org